રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાલારમાં ખેતી માટે દિવસે વીજળી આપવા અધિકારીઓને સૂચના

11:41 AM Apr 05, 2025 IST | Bhumika
Advertisement

કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની બેઠક: લોકોની પ્રાથમિક સુવિધામાં વધારો કરવા તાકીદ કરાઇ

Advertisement

રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે જામનગર જીલ્લાના વિકાસ અને લોકોના પ્રશ્નો સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં જામનગર મહાનગર પાલિકા તથા વિવિધ વિભાગો જેમાં ડી.આઈ.એલ.આર., ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પીજીવીસીએલ, સિંચાઈ વિભાગ, ક્ષાર અંકુશ વિભાગ, આયોજન વિભાગ, જામનગર શહેરી વિકાસ સત્તામંડળ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર તથા લોકો દ્વારા આવેલી રજુઆતો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં, ડી.આઈ. એલ. આર. કચેરીની બાકી અરજીઓની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તથા જે ગામડાઓમાં જમીન માપણીની વધુ અરજીઓ છે ત્યાં કેમ્પનું આયોજન કરવા મંત્રીએ જણાવ્યું હતું. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને રહેણાંક વિસ્તારોમાં નિયમિતપણે પીવાનું પાણી પૂરું પાડવા તેમજ પીવાના પાણીની પાઇપલાઈનના કામો, પાણીના સંપ બનાવવાના કામોને અગ્રતા આપવા તેમજ લોકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ લાવવા બાબતે મંત્રીશ્રીએ સુચન કર્યું હતું. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે પકારે આયોજન હાથ ધરવું તથા નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઈનનું કામ, સોસાયટીઓમાં રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટલાઈટના પોલ નાખવાની કામગીરી, કચરાનો યોગ્ય નિકાલ કરવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પીજીવીસીએલના પ્રશ્નો જેમાં વીજ વાયરો બદલવાની કામગીરી, જે જગ્યાઓ પર લો વોલ્ટેજનો પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવવા, ફીડરોનું મેન્ટેનન્સ, ખેતરોમાં દિવસે વીજળી આપવી, લોકોને નડતરરૂૂપ વીજપોલનું સ્થળાંતર કરવું, વાડી વિસ્તારોમાં નિયમિતપણે વીજ સપ્લાય આપવાની લોકોની રજુઆતોનો નિકાલ લાવવા અંગે મંત્રીએ લગત અધિકારીઓને જણાવ્યું હતું. પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂૂપે સિંચાઈ વિભાગને આગોતરું આયોજન હાથ ધરવા તેમજ તળાવો, ચેકડેમોનું રીપેરીંગ કરવા, પુર સંરક્ષણ દીવાલો બનાવવા, સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી કરવા તથા ક્ષાર અંકુશ વિભાગને લગત જમીન સંપાદનના કામો, રોડ-રસ્તાઓના કામો, કેનાલની સફાઈના કામોને પ્રાધાન્ય આપવા મંત્રીશ્રીએ ચર્ચા કરી જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કરે ઉપસ્થિત અધિકારીશ્રીઓને પડતર અરજીઓ અને રજૂઆતોનો નિકાલ કરી સકારાત્મક અને સમયાંતરે કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામ કરવા સુચન કર્યું હતું.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, સેટલમેન્ટ કમિશ્નર કચેરીના એડીશનલ કમિશ્નર એચ. એમ. જાડેજા, નિવાસી અધિક કલેક્ટર બી. એન. ખેર, નાયબ મ્યુનીસીપલ કમિશ્નર ડી.એન. ઝાલા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, પ્રાંત અધીકારીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement