For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાળાઓમાં સંકલ્પ કાર્યક્રમ ફરજિયાતનું દબાણ કરનાર સામે ફરિયાદ કરવા સૂચના

04:59 PM Sep 02, 2025 IST | Bhumika
શાળાઓમાં સંકલ્પ કાર્યક્રમ ફરજિયાતનું દબાણ કરનાર સામે ફરિયાદ કરવા સૂચના

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સંકળાય સંગઠનોનો વિવાદ ફરી એકવાર ખુલીને સામે આવ્યો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી એકવાર સામસામે આવતાં વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં, મારી શાળા મારું સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન કર્યું છે જેની સામે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક અંગે વાંધો ઉઠાવી વિરોધ નોંધાવ્યો છે. આ પહેલીવાર નથી કે બન્ને શિક્ષક સંઘો સામ સામે હોય, અગાઉ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક કથાનું આયોજન કર્યું હતું, જે માટે ભંડોળ એકત્રિત કરવાની પદ્ધતિ મામલે સામે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધે વાંધો ઉઠાવ્યો હતો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાના પ્રતિનિધિઓને પત્ર લખીને આ કાર્યક્રમમાં ન જોડાવા માટે આદેશ કર્યો છે.

Advertisement

પ્રાથમિક શિક્ષક સંઘે તેના સભ્યોને લખેલા લેટરમાં કહેવામાં આવ્યું છે કે, 1 સપ્ટેમ્બર ના રોજ આયોજિત કરવામાં આવેલ મારી શાળા મારી, સ્વભિમાન કાર્યક્રમ એ સ્વૈચ્છિક છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં તેની ફરજ પાડવામાં આવી રહી છે. રાજ્યની પ્રાથમિક સરકારી શાળાના શિક્ષકોમાં તેમની શાળા પ્રત્યે પહેલાથી જ સ્વાભિમાન છે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ પરિપત્રમાં પણ આ કાર્યક્રમ સ્વૈચ્છિક હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છતાં આ કાર્યક્રમ માટે ફરજ પાડવામાં આવી રહી છે. જેથી પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલ સભ્યોએ આ કાર્યક્રમ ન યોજવા કે જવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

જો તેની ફરજ કે બળજબરી પૂર્વક સંકલ્પ લેવડાવવા પ્રયાસ કરવામાં આવે તો શિક્ષક સંઘના હોદ્દેદારોને ફરિયાદ કરવા માટે કહેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ભારતભરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવેલ દાવા પ્રમાણે ગુજરાતની 50 હજારથી વધુ શાળાઓમાં બે લાખથી વધુ શિક્ષકો તથા 70 લાખ વિદ્યાર્થીઓ મારી શાળા , મારું સ્વાભિમાન કાર્યક્રમમાં જોડાઈને સંકલ્પ લઈ રહ્યાં છે. આ કાર્યક્રમમાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં શિક્ષણ મંત્રી, ધારાસભ્યો સંસદ સભ્યો, સ્થાનિક શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે હવે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાંધો ઉઠાવીને કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement