ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એરપોર્ટમાં સુવિધાઓનું દૈનિક મોનિટરિંગ-ચકાસણી કરવા સૂચના

04:51 PM May 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ચોમાસા પહેલાં ખખડધજ રસ્તાઓ રીપેર કરવા અને વરસાદમાં તૂટે નહીં તેની તકેદારી રાખવા તાકીદ : ફરિયાદ સંકલનમાં આવેલી તમામ રજૂઆતનો ઝડપી નિકાલ કરવા આદેશ

Advertisement

હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં મુસાફરો માટે યોગ્ય સુવિધાનો અભાવ અને માળખાગત સુવિધા નહીં મળતી હોવાનો વીડિયો વાયરલ થતાં કલેક્ટર દ્વારા અધિકારીઓનો ઉધડો લીધો હતો.

અને એરપોર્ટમાં તમામ માળખાગત સુવિધાનું દૈનિક મોનીટરીંગ અને ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત ચોમાસાની મૌસમ નજીક હોય તે પહેલા શહેર અને જિલ્લાના ખખડધજ રસ્તાઓ રિપેર કરી વરસાદ દરમિયાન તુટી નહીં તેની તકેદારી રાખવા પણ તાકિદ કરી હતી.જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ શહેર તથા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મે માસની ફરિયાદ તથા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ શાપર વેરાવળ ખાતેના મોકડા વોકળા પરના દબાણ, જર્જરિત બિલ્ડીંગો ડીસમેન્ટલ કરવા, ધોરીમાર્ગો પર જોવા મળતા ટ્રાફિક સહિતનાં પ્રશ્નો રજૂ કર્યા હતા.ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહે લોકમેળાનું સ્થળ બદલવાના સર્વેની કામગીરી ઝડપી કરવા, શહેરમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવા, રાજકોટ શહેરમાં આઈ.ટી. પાર્ક બનાવવા અંગે, ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મૂળભૂત સુવિધાઓ વધારવા, વોટસન મ્યુઝિયમના રીનોવેશન વગેરે બાબતો અંગેની રજૂઆત કરી હતી.

પદ્મકુંવરબા હોસ્પિટલના કેમ્પસની સફાઈ અને એમ.એસ.એમ.ઈ. વિભાગ અંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રજૂઆત કરી હતી.આ તમામ પ્રશ્નો અંગે સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા કલેક્ટર પ્રભવ જોશીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકનું સંચાલન અધિક કલેક્ટર એન. કે. મુછારે કર્યું હતું.

આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, સંસદસભ્ય રામભાઈ મોકરીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, ડી.સી.પી. શ્રી જગદીશ બંગારવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારી સર્વે નાગાજણ તરખાલા, વિમલ ચક્રવર્તી, રાહુલ ગમારા અને ચાંદની પરમાર, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર ઈશિતા મેર, તથા સમિતિના અન્ય સભ્યઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsrajkotRajkot airportrajkot news
Advertisement
Advertisement