ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહેસૂલી કર્મચારીઓની માસ સીએલ મંજૂર નહીં કરવા દરેક કલેક્ટરોને સૂચના

04:21 PM Apr 29, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં મહેસુલી કર્મચારીઓના આવતીકાલના માસ સીએલના એલાન સંદર્ભે રાજયના મહેસુલ વિભાગ દ્વારા તમામ કલેકટરોને કર્મચારીઓની માસ સીએલ મંજુર નહી કરવા સુચના આપવામાં આવી છે અને આમ છતા કોઇ કર્મચારી કામગીરીથી અળગા રહે તો નિયમોનુંસાર કાર્યવાહી કરવા જણાવાયું છે.

Advertisement

મહેસુલ વિભાગે દરેક કલેક્ટરને લખેલાપત્રમાં જણાવેલ છે કે, ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ તેમજ તેને સૉંલગ્ન જિલ્લા મહેસુલી મંડળો દ્વારા તા. 30-4-2025ના રોજ માસ સી.એલ. પર જવાના કાર્યક્રમનું આયોજન જાહેર કરવામાં આવેલ છે.
ઉપરોકત બાબતે જણાવવાનું કે આપના હસ્તકના તમામ મહેસુલી કર્મચારીઓ (પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓ સહિત) તા.30.04.2025 ના રોજ નિયમિત ફરજ પર હાજર રહે અને માસ સી.એલ. થી અળગા રહે તે માટે જરૂૂરી સુચનાઓ લેખિતમાં આપવા જણાવવામાં આવે છે. અનિવાર્ય સંજોગો સિવાય તા.30.04.2025 ના રોજ કોઇપણ કર્મચારીની સી.એલ. મંજુર કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા સુચના છે.

વધુમાં, મંડળ દ્વારા સુચિત માસ સી.એલ.ના કાર્યક્રમના ભાગરૂૂપે સરકારી કામગીરીથી અળગા રહી સરકારી કામગીરી ન કરનાર કર્મચારી સામે સેવાતુટ સહીત અન્ય નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે મુજબની લેખિતમાં જાણ, પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓ સહિત આપના હસ્તકના તમામ મહેસુલી કર્મચારીઓને કરવા પણ વિનંતી કરાઈ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement