ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંબાજી, દ્વારકા, ગિરનાર, સોમનાથમાં પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મુકો

04:06 PM Apr 26, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો મામલો હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. જે કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે પ્લાસ્ટિકના દૂષણને નાથવા માટે હવે પાલિકાઓને સંવેદનશીલ બનાવવાના બદલે તેમને અમલ કરાવવાની ફરજ પાડવાની જરૂૂર છે.

Advertisement

બેગ વેન્ડિંગ મશીન્સ વિવિધ સ્થળોએ લગાવવામાં આવી છે. જેમાં મોલ્સ, હોસ્પિટલ્સ, શાકમાર્કેટ, મેડિકલ સ્ટોર્સ વગેરેનો સમાવેશ છે, પરંતુ આ મશીન્સ દેખાય એવી રીતે મૂકવામાં આવે. તે સિવાય અંબાજી, ગિરનાર, ગીર-સોમનાથ, દ્વારકા જેવા પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મૂકવામાં આવે. આવા મશીનો હશે તો પ્લાસ્ટિકના પ્રદૂષણનું ડિસ્પોઝલ યોગ્ય રીતે થઇ શકશે. હાઇકોર્ટે ઉક્ત ટકોર કરતાં કેસની વધુ સુનાવણી જુલાઇના પ્રથમ શુક્રવારે મુકરર કરી છે.

આ કેસમાં અગાઉ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મુદ્દે GPCB ને પૂરતી સુવિધાઓ ચકાસવા અને જવાબ રજૂ કરવાના નિર્દેશ હાઇકોર્ટે આપ્યા હતા. જે મુજબ GPCB દ્વારા વિવિધ મુદ્દાઓ સહિતની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યની જૂની મનપામાં આઠમાં ખછઋ ઉપલબ્ધ છે. છ મનપામાં મિકેનિકલ અને બે મનપામાં મેન્યુઅલ ચાલે છે. તેથી બે મનપાને મેન્યુઅલથી મિકેનિકલ ફેસિલિટી તરફ વળવાની સૂચના આપી દેવાઇ છે.

હાઇકોર્ટે ટકોર કરી હતી કે આ સંસ્થાઓ જોડે પૂરતી નાણાકીય વ્યવસ્થા છે કે કેમ તે પણ ચકાસવું જોઇએ. રાજ્ય સરકારે તેમને મદદરૂૂપ થવું જોઇએ.આ કેસમાં મૂળ ગિરનાર પર્વત પરના મંદિરો ખાતે પ્લાસ્ટિક વેસ્ટ અને ગંદકી મામલે જાહેરહિતની અરજી થઇ હતી. જેમાં હવે રાજ્યમાં મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટનો કેવી રીતે નિકાલ કરાય છે. જે કેસમાં હાઇકોર્ટે દરેક મહાનગરપાલિકા નગર પાલિકાઓમાં જરૂૂરિયાત મુજબની સુવિધાઓ છે કે કેમ અને તે યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે ચકાસવા GPCB ને નિર્દેશ આપ્યા હતા. આ મુદ્દે ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ અગાઉ સરકારે જણાવ્યું હતું કે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ ઉપરાંત તાજેતરમાં નવી નવ મહાનગર પાલિકાઓની રચના કરવામાં આવી છે. નવી બનેલી મહાનગર પાલિકાઓને સમય આપીને તપાસ કરવામાં આવશે.

Tags :
ambajiDwarkaGirnargujaratgujarat high courtgujarat newsSomnath
Advertisement
Advertisement