For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની ચકાસણી

11:33 AM Nov 26, 2024 IST | Bhumika
મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની ચકાસણી
Advertisement

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત લઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ ગામમાં ખૂટતી પ્રાથમિક સુવિધાઓ સહિતની સુવિધાઓ મુલ્યાંકન કરી આ મુશ્કેલીઓ અને ખૂટતી સુવિધાઓ અંગે યોગ્ય પગલા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ત્યારે ગત તારીખ 22/11/2024 ના રોજ જ્યારે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં હતા ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રજા કલ્યાણકારી પ્રવૃતિઓ ચાલુ રહે તે માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત 25/11/2024 ના રોજ પણ આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂૂપે જિલ્લાના 32 અધિકારીઓ દ્વારા 19 ગામડાઓની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી.

Advertisement

આ મુલાકાત અન્વયે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા તેમના વિસ્તારના 1-1 ગામની મુલાકાત કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ મળી મોરબી તાલુકાના 5, માળીયા તાલુકાના 3, ટંકારા તાલુકાના 3, વાંકાનેર તાલુકાના 4 અને હળવદ તાલુકાના 4 મળી કુલ 19 ગામડાઓની મુલાકાત કરવામાં આવી હતી.
આ આકસ્મિક મુલાકાત અનુસંધાને સરકારની વિવિધ યોજનાઓ અને લોક કલ્યાણકારી સેવાઓ ગામડાઓ સુધી પહોંચે અને રોડ, રસ્તા, આરોગ્યપ્રદ જીવન પ્રણાલી, પોષણયુક્ત ખોરાક, શિક્ષણ, સલામતી અને સુરક્ષા, પીવા અને સિંચાઈ માટેનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને સુલભ બને તે બાબત પર ખાસ ભાર મુકી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ગામડાઓની આકસ્મિક મુલાકાત કરી હતી.

આ તપાસ દરમિયાન ગામડાઓમાં આંગણવાડી, પશુ દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો, તલાટી મંત્રીઓની કામગીરી, શાળાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સસ્તા અનાજની દુકાનો, બેન્કની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, વિધવા પેન્શન સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગામડાઓમાં જઈને અધિકારીઓ દ્વારા આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, ગ્રામ પંચાયત, આંગણવાડી, રસ્તા, સસ્તા અનાજની દુકાન, પશુ દવાખાના, બેન્કિંગ સેવા, સિંચાઈ તેમજ પીવાના પાણી વગેરે અંગે તપાસ કરવામાં આવી હતી અને તેના અહેવાલો મેળવી કલેક્ટરની સૂચના અનુસાર આ બાબતે કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement