For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિસ્ટમમાં રહેલા બગાડનો ભોગ બનતા નિર્દોષ લોકો : હાઈકોર્ટ

01:08 PM Sep 26, 2025 IST | Bhumika
સિસ્ટમમાં રહેલા બગાડનો ભોગ બનતા નિર્દોષ લોકો   હાઈકોર્ટ

જૂનાગઢ ગેસ દુર્ઘટના અને અમદાવાદ વિજકરંટ ઘટના બાબતે હાઈકોર્ટે વ્યક્ત કરેલી ચિંતા : 6 ઓક્ટોબરે સુનાવણી

Advertisement

ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢમાં ખોદકામ દરમિયાન પાઈપલાઈન ફાટવાથી થયેલી દુર્ઘટના અને અમદાવાદમાં પાણીમાં કરંટથી મોતના મામલે અધિકારીઓની બેદરકારી પર આકરી નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે કહ્યું, ‘સિસ્ટમ સુધરતી નથી અને માણસો મરતા જાય છે!’ જૂનાગઢની ઘટનામાં ત્રણ લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેના પર હાઈકોર્ટે વહીવટી તંત્ર અને પોલીસની જવાબદારી પર વેધક સવાલો ઉઠાવ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં પાણીમાં કરંટથી મોતના મામલે પણ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ જૂનાગઢના જઙને જરૂૂરી રિપોર્ટ સબમિટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ મુદ્દે 6 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.

જૂનાગઢમાં ખોદકામ દરમિયાન ગેસ પાઈપલાઈન ફાટવાને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા અને અનેક લોકો દાઝી જવાને કારણે ઇજાગ્રસ્ત થયા હતા. આ ખોદકામનું કામ જૂનાગઢ મનપાએ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટથી આપ્યું હતું. આ ઘટનામાં ઉંઈઇ ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ હાઈકોર્ટે આ મામલે કોર્પોરેશનના અધિકારીઓ સામે ગુનો કેમ ન નોંધાયો તેવો સવાલ ઉઠાવ્યો છે. કોર્ટે આખા રાજ્યની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે આવી બેદરકારીઓને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જઈ રહ્યા છે.

Advertisement

અમદાવાદમાં પાણીમાં કરંટથી થયેલા મોતના મામલે પણ કોર્ટે સરકાર અને વહીવટી તંત્રની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા છે. અમદાવાદમાં પાણીમાં વીજળીનો કરંટ ફેલાવાને કારણે થયેલા મોતનો મુદ્દો પણ હાઈકોર્ટમાં ચર્ચાયો છે. કોર્ટે આ ઘટનાને વહીવટી બેદરકારીનું બીજું ઉદાહરણ ગણાવ્યું અને આવી ઘટનાઓ રોકવા માટે જઘઙનું કડક પાલન કરવાની જરૂૂરિયાત દર્શાવી છે. કોર્ટે પૂછ્યું, જે ગાઈડલાઈન્સ બનાવવામાં આવી છે, તેનું પાલન કેમ નથી થતું?

હાઈકોર્ટે જૂનાગઢના પોલીસ અધિક્ષક (SP)ને આ ઘટના અંગે વિગતવાર રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. આ રિપોર્ટમાં દુર્ઘટનાના કારણો જવાબદાર અધિકારીઓ અને ખાનગી એજન્સીની ભૂમિકાની વિગતો સામેલ કરવાની સૂચના આપવામાં આવી છે. આ મુદ્દે આગામી સુનાવણી 6 ઓક્ટોબર, 2025ના રોજ હાથ ધરાશે, જેમાં કોર્ટ આકરા પગલાં લેવાની ચેતવણી પણ આપી ચૂકી છે.

હાઈકોર્ટે આ ઘટનાઓને રાજ્યની વહીવટી વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી અને રાજ્યભરમાં આવી દુર્ઘટનાઓ રોકવા માટે કડક પગલાંની જરૂૂરિયાત દર્શાવી છે. કોર્ટે જણાવ્યું કે, જ્યાં સુધી વહીવટી તંત્ર પોતાની જવાબદારી નિભાવે નહીં ત્યાં સુધી આવી ઘટનાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત, ખાનગી એજન્સીઓને આપવામાં આવતા કોન્ટ્રાક્ટની પારદર્શિતા અને નિરીક્ષણ પર પણ કોર્ટે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.

હાઈકોર્ટે ઉઠાવેલા વેધક સવાલો
હાઈકોર્ટે આ ઘટનાને લઈને વહીવટી અને પોલીસ તંત્ર પર આકરા સવાલો ઉઠાવ્યા છે.
કોર્પોરેશનની જવાબદારી : કોર્પોરેશનના અધિકારીઓ સામે ગુનો કેમ નોંધાયો? શું તેમની કોઈ જવાબદારી નથી?
DySPની ભૂમિકા : શું DySPની ડ્યૂટી નહોતી કે તેઓ આવા કામોની તપાસ અને નિરીક્ષણ કરે?
SOPનું પાલન : જે SOP અને ગાઈડલાઈન્સ બનાવવામાં આવી છે, તે મુજબ કામ થાય છે કે નહીં?
અધિકારીઓની હાજરી : નસ્ત્રકોર્ટ આકરા પગલાં લેવાની ચીમકી ઉચ્ચારે ત્યારે જ અધિકારીઓ હાજર થાય છે, આવું કેમ?

Advertisement
Tags :
Advertisement
Advertisement