વંથલીના રાયપુરમાં દીપડાએ કરેલા હુમલામાં ઘવાયેલા માસૂમનું મોત
વંથલીનાં રાયપુર ગામે ખેતમજુરી અર્થે આવેલા શ્રમીક પરીવારનો સાડા ત્રણ વર્ષનો માસુમ બાળક 8 દિવસ પુર્વે પોતાનાં ઘર બહાર રમતો હતો ત્યારે દિપડાએ હુમલો કર્યો હતો. જે હુમલામા ઘવાયેલા માસુમ બાળકે સારવારમા દમ તોડતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વંથલી તાલુકાનાં રાયપુર ગામે મુકેશભાઇ રાવલીયાની વાડીએ ખેત મજુરી અર્થે આવેલા શ્રમીક પરીવારનો ચીમન કાનાભાઇ તડવે નામનો સાડા ત્રણ વર્ષનો માસુમ બાળક 8 દિવસ પુર્વે વાડીએ ઘર બહાર રમતો હતો ત્યારે દિપડાએ હુમલો કરી ઉ5ાડી જવાની કોશીષ કરી હતી.
જે હુમલામા માસુમ બાળકને ગળાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. જયા માસુમ બાળકનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક તપાસમા મૃતક બાળક બે ભાઇ એક બહેનમા નાનો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
