રેલનગર સુવર્ણમ હાઇટ્સ એપાર્ટમેન્ટના 14મા માળેથી પટકાતા માસૂમ બાળકનું મોત
પુત્રના મોતથી શ્રમિક પરિવારમાં શોક છવાયો
રાજકોટ શહેરના રેલ નગર વિસ્તારમાં આવેલા સુવર્ણમ હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા શ્રમિક પરિવારના ત્રણ વર્ષના માસુમ બાળક રમતા રમતા 14 માં માળેથી નીચે ભટકાતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.આ ઘટનામાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ જે.એમ.જાડેજા સહિતના સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ,રેલ નગર વિસ્તારમાં આવેલા સુવર્ણમ હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ઓરિસ્સાના શ્રમિક પરિવારનો ત્રણ વર્ષનો પુત્ર આર્યન મનોજભાઈ મંગરાજ ગઈકાલે સાંજે રમતા રમતા 14માં માળેથી નીચે પટકાતા તેમને ગંભીર હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેમનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું.
આ બાળકના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.બાળક બે ભાઈમાં નાનો હતો અને તેઓ મૂળ ઓરિસ્સાના વતની હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે પ્ર. નગર પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતા.