અન્યાય કરવો ન જોઇએ અને સહન પણ કરવો જોઇએ નહીં: દિલીપ સંઘાણી
સુરત ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાલાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે IFFCOના ચેરમેન દિલીપ સંઘાણી સુરતના પહોંચ્યા હતા.આ દરમ્યાન તેમણે ભાજપના નવા સંગઠન મુદ્દે વાત કરી.. તેમણે કહ્યું કે ભાજપમાં હવે નવું સંગઠન આવી રહ્યુ છે.. સભ્યપદની નોંધણી 2 દિવસ પછી શરૂૂ થશે.
નવા સંગઠનની રચનાથી જુના કાર્યકરોની વ્યથા દુર થાય તેવી આશા છે. તેમણે કહ્યું કે નવા સંગઠનમાં કાર્યકરોને સોંપાયેલી જવાબદારી તેઓ સુચારુરુપે નિભાવે તેવી આશા છે.. તેમણે કાર્યકરોની વ્યથા મામલે બોલતા કહ્યું કે તેમની વ્યથા મુદ્દે નેતૃત્વ યોગ્ય નિર્ણય કરે તેવી અપેક્ષા છે.
આ સાથે તેમણે ન્યાય-અન્યાય મુદ્દે પણ વાતચીત કરી..તેમણે કહ્યું કે અન્યાય કરવો પણ ન જોઇએ અને અન્યાય સહન પણ ન કરવો જોઇએ.. તેમણે કહ્યું કે અન્યાય સહન કરનાર અન્યાય કરનારા કરતા પણ વધારે ગુનેગાર છે.
આ સાથે તેમણે કહ્યું કે આપણી વાત યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવામાં પાછીપાની ન કરવી જોઇએ . જો આ રીતે આપણે આગળ વધીશું તો પાર્ટીમાં આવવા સમયે આપણે કરેલો વિચાર પરિપૂર્ણ થશે.