શરૂ સેક્શન રોડ પર દિવ્યાંગ આધેડ સ્કૂટર સાથે ખાડામાં પડતાં ઘાયલ
ઘટનાના પગલે રસ્તાઓની મરામત્ની ઉઠતી માંગ
શહેરના શરૂૂ સેક્શન રોડ પર ગઈકાલે સાંજે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક દિવ્યાંગ આધેડ વ્યક્તિ સાઈડ વ્હીલવાળા સ્કૂટર સાથે રસ્તા પરના ખાડામાં પડી ગયા હતા. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની વિગત એવી છે કે, ગઈકાલે મોડી સાંજે દિવ્યાંગ આધેડ વ્યક્તિ પોતાના સ્કૂટર પરથી શરૂૂ સેક્શન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પરના એક ઊંડા ખાડામાં તેઓ અચાનક પડી ગયા હતા. આ ઘટના બનતા જ ત્યાંથી પસાર થઈ રહેલા લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ વ્યક્તિને સ્કૂટર સાથે ખાડામાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.
આ બનાવની જાણ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને કરવામાં આવી હતી. ટૂંકી વારમાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે શહેરમાં રસ્તાની ખરાબ હાલતને લઈને ફરી એકવાર ચર્ચા શરૂૂ થઈ છે. દિવ્યાંગો સહિતના નાગરિકોને રસ્તા પર ચાલવામાં અને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આવા ખાડાઓને લઈને અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ ઘટનાને પગલે નગરપાલિકા અને અન્ય સંબંધિત તંત્રોને રસ્તાની મરામત કરવાની જરૂૂરિયાત છે. જેથી કરીને આવી ઘટનાઓ ન બને અને નાગરિકોને સુરક્ષિત વાહન વ્યવહાર માટે સુવિધા મળી રહે.