For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરકસરનો પ્રારંભ, મહેસૂલી ખર્ચમાં રૂા.15 કરોડનો કાપ મૂકવા આયોજન

05:31 PM Feb 09, 2024 IST | Bhumika
કરકસરનો પ્રારંભ  મહેસૂલી ખર્ચમાં રૂા 15 કરોડનો કાપ મૂકવા આયોજન

મનપાની સ્ટેન્ડીંગ કમિટીમાં આજે ડ્રાફ્ટ બજેટને આખરી ઓપ આપી મંજુર કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા રજૂ કરાયેલા રૂા. 2817.81 કરોડના બજેટમાંથી 17.77 કરોડનો કરબોઝ રદ કરી રૂા. 2843.91 કરોડનું બજેટ મંજુર કરાયેલ છતાં બજેટમાં 26 કરોડનો વધારો થતાં બજેટનું કદ વધ્યું હતું. નવી 50 કરોડની 18 યોજનાનો ઉમેરો કરવામાં આવ્યો છે. કમિશનરે કરબોઝ લાદેલ જે રદ કરી 26 કરોડનું કદ વધારવામાં આવ્યું છે. ત્યારે આ ખર્ચની આવક કેવી રીતે મેળવાશે તેમ પુછવામાં આવતા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, મહેસુલી ખર્ચમાં આ વખતે કરકસર યુક્ત કરવા તરફ પગલા લઈ રૂા. 15 કરોડનો કાપ મુકવામાં આવ્યો છે.

Advertisement

મનપાનું 26 કરોડના કદ વધારા સાથેનું રૂા. 2843.91 કરોડના બજેટને સ્ટેન્ડીંગમાં મંજુરી આપવામાં આવી છે. કમિશનર દ્વારા સુચવવામાં આવેલ 17.77 કરોડના કરબોજને ફગાવી દેવાયો છે. છતાં 26 કરોડનું કદ વધી જતાં હવે આવક અને જાવક બન્ને સરભર કરવા માટે મહાનગરપાલિકાએ મહેસુલ ખર્ચમાં કાપ મુકવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, કરકસર યુક્ત મહેસુલ ખર્ચ માટે તમામ મુદદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જેના અંતે મનપા સંચાલીત તમામ વાહનોના પેટ્રોલ અને ડિઝલ ખર્ચમાં રૂા. 1 કરોડનો કાપ મુકવામાં આવ્યો છે. અગાઉ વાર્ષિક 15 કરોડ પેટ્રોલ ડિઝલનો ખર્ચ થતો હતો જે હવે 14 કરોડ કરવામાં આવશે. તેવી જ રીતે શહેરમાં તમામ વોર્ડમાં ફીટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઈટના રિપેરીંગ ખર્ચમાં પણ રૂા. 1.5 કરોડનો કાપ મુકવામાં આવ્યો છે. જ્યારે મિલ્કત વેરાનો લક્ષ્યાંક ગત વર્ષની માફક 410 કરોડ રખાયો છે. તેમજ જમીન વેચાણ થકીં રૂા. 465 કરોડ ઉભા કરવામાં આવસે. આમ આ વર્,ે સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં તમામ સભ્યો અધિકારીઓ સાથે ચર્ચા યોજી આ વર્ષથી મહેસુલી ખર્ચમાં તબક્કાવાર કાપ મુકવાનો નિર્ણય લઈ આવર્ષે જ રૂા. 15 કરોડનો મહેસુલી ખર્ચ બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement