For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશથી ઘુસણખોરી અને બંગાળમાં નાગરિક સુરક્ષા પડકારો ગંભીર

04:50 PM Sep 09, 2025 IST | Bhumika
બાંગ્લાદેશથી ઘુસણખોરી અને બંગાળમાં નાગરિક સુરક્ષા પડકારો ગંભીર

શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રીય જીવનના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા સાથે આર.એસ.એસ.ની અખિલ ભારતીય સમન્વય બેઠક પૂર્ણ : 32 સંગઠનના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

Advertisement

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક પુર્ણ થયા બાદ તા.7 સપ્ટેમ્બર, 2025 ના રોજ લાલસાગર ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રીય જીવનના વિવિધ પાસાઓ સહિત સંઘ શતાબ્દી વર્ષ સહિતની યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

Advertisement

સુનીલએ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દિનાંક 5 થીશ7 સપ્ટેમ્બર જોધપુરમાં આયોજીત ત્રણ દિવસીય સમન્વય બેઠક શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, વિદ્યા ભારતી, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, ભારતીય શિક્ષણ મંડળ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહિત વિવિધ સંગઠનોએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના પોતાના અનુભવો શેર કર્યા. શિક્ષણમાં ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધી માતૃભાષામાં અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય જ્ઞાન પરંપરા અને શિક્ષણના ભારતીયકરણ માટે પુસ્તકોના પુનર્લેખન અને શિક્ષક તાલીમ પર પણ કાર્ય ચાલુ છે.
પત્રકાર પરિષદમાં દેશની સામાજિક પરિસ્થિતિઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

પંજાબમાં વધતા ધર્માંતરણ અને યુવાનોમાં ડ્રગ્સના વ્યસનના ફેલાવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સેવા ભારતી અને વિદ્યાર્થી પરિષદ દ્વારા સામાજિક જાગૃતિ અને વ્યસન મુક્તિ અભિયાનો વિશે માહિતી આપવામાં આવી હતી. બાંગ્લાદેશથી ઘૂસણખોરી અને પશ્ચિમ બંગાળમાં નાગરિક સુરક્ષા સંબંધિત પડકારો પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે ઉત્તરપૂર્વીય રાજ્યોમાં હિંસામાં ઘટાડો અને વિકાસમાં વધારો થવાના સંકેતોને સકારાત્મક ગણવામાં આવ્યા હતા. મણિપુરમાં તાજેતરની ઘટનાઓ પર સંવાદ આધારિત શાંતિ પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.આદિવાસી વિસ્તારોના સંદર્ભમાં, એવું કહેવામાં આવ્યું હતું કે નક્સલવાદી અને માઓવાદી હિંસામાં ઘટાડો થયો છે, પરંતુ સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે. છાત્રાલયો અને આદિવાસી અધિકારો પર વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા કરવામાં આવેલા કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આદિવાસી સમાજ સુધી ભારતીય પરંપરા અને રાષ્ટ્રીય વિચારો પહોંચાડવાની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.સંઘ શતાબ્દી વર્ષની યોજનાઓ વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

પર્યાવરણીય સંરક્ષણ, કૌટુંબિક જ્ઞાન અને નાગરિક ફરજ જેવા વિષયો પર વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવશે. શતાબ્દી વર્ષનું ઔપચારિક ઉદ્ઘાટન 02 ઓક્ટોબર 2025 ના રોજ નાગપુરમાં વિજયાદશમી ઉત્સવ સાથે થશે.મહિલાઓની ભાગીદારી પર વિશેષ ભાર મૂકતા, સુનીલ આંબેકરે કહ્યું કે ક્રિડા ભારતી મહિલા ખેલાડીઓમાં યોગ જ્ઞાન અને અભ્યાસને પ્રોત્સાહન આપી રહી છે. ઓપરેશન સિંદૂર હેઠળ મહિલા કાર્યકરો દ્વારા આયોજિત 887 કાર્યક્રમોનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે સંગઠનોમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. તેમણે કહ્યું કે 06 સપ્ટેમ્બરની રાત્રે આયોજિત કાર્યક્રમમાં લોક ગાયક અનવર ખાને પોતાનું પ્રદર્શન આપ્યું અને સરસંઘચાલક જી એ તેમનું સન્માન કર્યું. સુનીલ આંબેકરે કહ્યું કે દિશા સકારાત્મક છે, જોકે કેટલાક વિષયો પર વધુ કામ કરવાની જરૂૂર છે. પત્રકાર પરિષદ દરમિયાન, જોધપુર પ્રાંત સંઘચાલક હરદયાલ વર્મા, અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુખ નરેન્દ્ર ઠાકુર અને પ્રદીપ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement