For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટા કનેક્શનો મેળવવા મુશ્કેલ, વીજલાઇનો ઓવરલોડ

05:47 PM Aug 08, 2025 IST | Bhumika
રાજકોટ સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટા કનેક્શનો મેળવવા મુશ્કેલ  વીજલાઇનો ઓવરલોડ

સ્માર્ટ સિટી માટે આગોતરું આયોજન કરવા, નવા સબ સ્ટેશનોની કામગીરી ઝડપી કરવા, નવા એરિયાના સબ ડિવિઝનમાં જરૂરી વ્યવસ્થા કરવા સહિતના વીજપ્રશ્ર્નોની રજૂઆત: રાજકોટ ચેમ્બર આયોજિત ઓપન હાઉસમાં ફરિયાદોનો ઢગલો

Advertisement

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા PGVCL ના એમડી કેતન જોશી, જેટકોના ચીફ એન્જીનીયર પી કે વરસડા, ચીફ એન્જીનીયર પી. જે. મહેતા, એડી ચીફ એન્જીનીયર કે.બી. શાહ, જીએમ ફાઈનાન્સ કે. એસ. મલકાણ, જીઆઈડીસના એકઝીક્યુટીવ એન્જીનીયર પારસ શાહ તથા વિવિધ સબ ડિવીઝનના સિનિયર અધિકારીઓ સાથે પીજીવીસીએલ તથા જેટકોને લગતા વિવિધ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ, લક્ષ્મીનગર, રાજકોટ ખાતે ઓપન હાઉસ યોજવામાં આવેલ હતું.

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ જણાવ્યુ કે, પીજીવીસીએલ તથા જેટકોને લગતી ઘણી ફરીયાદો હોય તેને ધ્યાનમાં લઈ આજરોજ ચોથા ઓપન હાઉસનું આયોજન કરેલ છે. જેમાં રજુ થનાર મહતમ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરીશું તેમજ જે નિતી વિષયક પ્રશ્નોહોય તો તે માટે સરકાર સમક્ષ રજુઆત કરીને વ્હેલીતકે નિરાકરણ લાવીશું. વધુમાં પ્રમુખએ જણાવેલ કે, રાજકોટ ચેમ્બર દ્વારા રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈજીની ગાંધીનગર ખાતે રૂૂબરૂૂ મુલાકાત લઈને રજુઆત કરવામાં આવેલ છે કે, પીજીવીસીએલ દ્વારા LT કનેકશન ધારાવતા નાના ઉદ્યોગો ઉપર ઈલેક્ટ્રીક બીલમાં પાછળથી જુન-2024 થી જુન-2025 સુધીનો પીક અવર્સના LTMD પાવર વ5રાશ ઉપ2 યુનિટ દીઠ-45 પૈસાના વધારાનો ચાર્જ ગણી મસમોટા વધારાના બીલ ઈશ્યું કરેલ છે. તે બીલો રદ કરવા અને કોઈ ચોકક્સ નિર્ણય ન આવે ત્યા સુધી અમલવારી મુલત્વી રાખવા પણ રજુઆત કરેલ છે જે અંગે ઉર્જામંત્રીએ ઘટતું કરવાનું જણાવેલ હતું.

Advertisement

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પીજીવીસીએ તથા જેટકોને લગતા વિવિધ પ્રશ્નો ધ્યાને મુકેલ જેમાં નવા 150 ફીટ રીંગ રોડ ઉપર 42 માળના હાઈ રાઈઝ-સ્માર્ટ સીટી-રેસીડેન્ટ અને મોલ મોટા પ્રમાણમાં આવતા હોય તેના માટે આગોતરૂૂ આયોજન કરવું. નવા કનેકશન વખતે ઈન્ડસ્ટ્રીઝ તેમજ સોલાર પ્લાન્ટમાં કનેકશન મેળવતી વખતે મટીરીયલની સાથે લાઈનકામમાં ઈન્ડસ્ટ્રીઝને પોતાનું વાપરવું કે ડીસકોમનું વાપરવુંએ માટે ઓપશન આપવામાં આવે છે. તો ઓપશન-2 નો વિકલ્પમાં કામગીરી વખતે જેટકો અને પીજીવીસીએલ પોતાની જવાબદારીમાં મટીરીયલ ઈન્સ્પેકશન અને લાઈનની કામગીરી સમયસર પુરી કરવી.

રાજકોટ-સૌરાષ્ટ્રના એરીયામાં ઝડપથી વિક્સતા ઉદ્યોગોને મોટા કનેકશનો મેળવવા માટે પડતી મુશ્કેલીઓમાં 66/132 કેવી સબસ્ટેશનો તેમજ તેમની વીજ લાઈનો ઓવરલોડ હોવાની ભારપુર્વક રજુઆત કરેલ. નવા બનતા સબસ્ટેશનની કામગીરી ખુબજ ધીમી ગતીએ ચાલી રહી છે. જેમા સડકપીપળીયા સબસ્ટેશન, ખીરસરા સબસ્ટેશન, રાણપુર (કુવાડવા), ધર્મજીવન (રીબડા) તો આ કામગીરી ઝડપથી પુરી કરવી. ડિવીઝન / સબડિવીઝનમાં રેવન્યુ સર્વે નંબરની દ્રસ્ટીએ સીમાંકન કરવામાં આવેલ હોય જેથી ગ્રાહકોની સાર સંભાળની પ્રક્રિયાઓ ખૂબજ જટીલ મોંઘી અને સમયસર મળી શકતી નથી જે સુધારવું ખૂબજ જરૂૂરી છે. જેથી બ્રાઉન્ડી એરીયા ફીઝીકલ રોડ, રેલ્વે લાઈન, હાઈવે ડેમના હિસાબે ફીડર ચલાવવા તથા ફેરફાર કરવાની સતા ડિવીઝન અને સબડિવીઝનને આપવામાં આવે જેથી કારણે ફિડરનું ક્રોસીંગ ઘટશે. અકસ્માતો ઘટશે અને પાવર રિસ્ટોર અને ગ્રાહકોની સમસ્યાનું નિરાકણ વ્હેલાસર થશે અને DISCOMને ખર્ચનું ભારણ ઘટશે.

રાજકોટ રૂૂરલ સર્કલમાં આવતા વિવિધ સબડિવીઝનોમાં નવા વિકસતા ઔદ્યોગીક એરીયામાં કનેકશન અને ફીડરની સંખ્યાને ધ્યાને લઈ માલ મટીરીયલ અને મેઈન્ટેનન્સ માટે વાહન ફાળવવા અને શકય હોય ત્યાં અલગ સબડિવીઝનની અથવા ફોલ્ટ સેન્ટરની વ્યવસ્થા કરવી જોઈએ. એચ.ટી. વિજજોડાણમાં હાલ ફીકસ ચાર્જ અમલ હોય તેવા સંજોગોમાં અંડરગ્રાઉન્ડ કેબલ ચાર્જ કવોટેશનમાં બીનજરૂૂરી લગાવવામાં આવે છે. આવા કામો અગાઉ પીજીવીસીએલ દ્વારા સલામતીને ધ્યાને લઈને થવા જોઈએ તે થતા નથી.

જુના ખેતીવાડી ફીડરોમાં મેઈન્ટેનન્સ ના અભાવના કારણે ખેતીવાડીમાં પુરતો 8 કલાક પાવર પણ મળતો નથી. જેથી ટાઈમસર મેઈન્ટેનન્સ કરવું જરૂૂરી છે. ગોંડલ ડીવીઝન નીચે આવતા સબ ડીવીઝન ભુણાવા, અૠ (જુના કોટડા) ફીડર વારંવાર રજૂઆત કરવા છતા પણ મેન્ટેનન્સ થતુ નથી.

જે સોલાર પ્લાન્ટ ચાલુ થઈ ગયેલા છે કે થવાના હોય તેમા સોલાર પ્લાન્ટ કંપની પી.જી.વી.સી.એલને ઘાયફિશિંજ્ઞક્ષ ફક્ષમ ખફશક્ષફિંક્ષભય ચાર્જ ચુકવણી કરે છે. તેની સામે પી.જી.વી.સી.એલ ઓફિસ લાઈન મેઈન્ટેનન્સ કરતી નથી. હાલ લાઈન મેન્ટેનન્સ જે તે સોલાર જનરેટર જ કરે છે. સોલાર પ્લાન્ટ ફીડરમાં કોઈ રીપેરીંગ કે મેઈન્ટેનન્સ માટે જો કઈ લેવાની થાય તો તે વિલંબથી મળે છે. અથવા કઈ રીટર્ન કરવાની થાય તો પણ વિલંબથી થાય છે. કઈ લેવા કે આપવા માટે જવાબદાર વ્યકિતની નિમણુંક કરવામાં આવે.

પીજીવીસીએલના એમડી કેતન જોશીએ રાજકોટ ચેમ્બર દ્વારા રજૂ કરાયેલ વિવિધ પ્રશ્નો-સુચનો અંગે હકારાત્મક અભિગમ દાખવેલ હતો. તેમજ વીજ સપ્લાય માટે ઉદ્યોગકારોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહીશું. તેમજ ટ્રીપીંગની સમસ્યા માટે બોર્ડમાં ટેન્ડર મંજુર કરાવેલ છે અને 9 જેટલા વિભાગોમાં વહેંચી પાયલોટ પ્રોજેકટ હાથ ધરેલ છે જેનાથી ટીપીગની સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે. તેમજ પીજીવીસીએલ દ્વારા સ્કાડા પ્રોજેકટ પણ હાથ ધરેલ છે જેમાં ઉદ્યોગકારોની સમસ્યા ડાયરેકટ અમોને ખબર પડી જશે અને તુરંત નિરાકરણ લાવી શકાશે. વધુમાં ગ્રામ્ય માટેનો પ્રોજેક્ટ પણ અમલીકરણ કરવાનો પ્રયાસ જેનાથી ઉદ્યોગકારોના મહતમ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement