ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પરિવાર સાથે શ્રી દ્વારકાધીશ મંદિરે પૂજન કર્યું
11:32 AM May 26, 2025 IST | Bhumika
દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી શનિવારે પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા. આ પ્રસંગે તેઓએ કાળીયા ઠાકોરના આશીર્વાદ લીધા હતા અને રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ભગવાન દ્વારકાધીશમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા મુકેશભાઈ અંબાણી સાથે તેમના પુત્ર આકાશ અંબાણી, પુત્રવધુ શ્ર્લોકા, પૌત્ર પૃથ્વી અને પૌત્રી વેદા પણ સાથે રહ્યા હતા. અને સહ પરિવાર અહીં પૂજન અર્ચન કર્યું હતું. મંદિરમાં આગમન સમયે પુજારી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને ફૂલો સાથે તેમને આવકારવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement