કેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગિક વિવાદોનો હવે સૌરાષ્ટ્રના ન્યાય પંચોમાં થશે ઉકેલ
કેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગિક વિવાદો માટે હવે સૌરાષ્ટ્રના ન્યાય પંચો માં સુનાવણી કરવાના સરકારના નિર્ણયને પગલે હવે જિલ્લા ઉદ્યોગ વિવાદોનું ઉકેલ લવાશે.
સૌરાષ્ટ્ર કચ્છ લેબર લોઝ પ્રેક્ટિસ ફેડરેશનના પ્રમુખ ગીરીશભાઈ ભટ્ટ, સેક્રેટરી યોગેશભાઈ રાજગુરુની યાદીમાં જણાવ્યું છે કે 2004 સુધી સૌરાષ્ટ્ર કચ્છ સેન્ટ્રલ એકમો જેવા કે સિમેન્ટ પ્લાન્ટેશન, બેંકો ઓએનજીસી સહિતના એકમોના વિવાદો 2004 સુધી રાજકોટ ઔદ્યોગિક ન્યાય પંચમાં ચલાવવામાં આવતા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ ખાતે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી અને રાજકોટ ખાતેથી તમામ પેન્ડિંગ કેસો અમદાવાદ ટીબ્યુનલમાં મોકલવામાં આવ્યા હતા ,જેના કારણે અરજદારોને અમદાવાદનું અંતર અને ટ્રિબ્યુનલના સભ્યોની ગેરહાજરીને લઈને કેસોનું ભારણ વધી જવાના કારણે કેસોનો લાંબા સમય સુધી નિકાલ થતો ન હતો.
આ પરિસ્થિતિમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમનું કોઈ પરિણામ આવ્યું ન હતું અને અંતે રાજકોટ ખાતે 2021માં અસરકારક રજૂઆત માટે સૌરાષ્ટ્ર કચ્છ લેબર લોઝપ્રેક્ટિસનર્સ એશો ની સ્થાપના કરવામાં આવી અને હોદ્દેદારોએ દિલ્હી જઈ રજૂઆત કરી હતી સાથે સાથે રાજકોટ ખાતે કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવીયા ને સમગ્ર સ્થિતિ નો ચિતાર આપીને રજૂઆત કરતા મનસુખભાઈ માંડવીયાએ સહાનુભુતિ અને સંવેદનશીતા દર્શાવી પોતાના વિભાગને સૂચનાઓ આપી અને કેન્દ્રીય મંત્રાલય દ્વારા તમામ ઓદ્યોગિક વિવાદો તાત્કાલિક અસરથી અમદાવાદની કેન્દ્રીય ટ્રિબ્યુનલ માંથી ગુજરાત રાજ્યના તમામ ઉદ્યોગિક ન્યાય પંચોને જિલ્લા મુજબ ટ્રાન્સફર કરવાનો હુકમ કર્યો છે.
હવે આ વિવાદોના ઉકેલ માટે અમદાવાદ જવાની જરૂૂર નહીં રહે અને રાજકોટ, જામનગર, ભાવનગર ન્યાયપંચોમાં આ કેસ ચાલશે આ નિર્ણય લેવામાં ગુજરાત ઔદ્યોગિક અદાલતના પ્રમુખ દેવધરા ખુબ જ સહાયભૂત બન્યા હતા સરકારના આ નિર્ણયને લઈને રાજકોટ લેબર બાર પ્રમુખ સુનિલભાઈ વાઢેર જયેશભાઈ યાદવ અને સભ્યોએ સરકારનો આભાર માન્યો છે, કેન્દ્ર સરકારના નિર્ણયથી પક્ષકારોમાં આનંદની લાગણી ફેલાય છે હવે ટૂંક સમયમાં કેન્દ્રીય એકમોના શો એરિંગ રાજકોટના ઉદ્યોગિક ન્યાય પણ ના સભ્ય માલવયા દ્વારા હાથ ધરવામાં આવશે તેમ સેક્રેટરી યોગેશ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું છે
