ઈન્દ્રનીલનો મહાવિસ્ફોટ, 46 સ્થળે ડ્રગ્સ-ગાંજાના અડ્ડા
પ્રતિબંધિત નશાકારક દ્રવ્યો વેંચતા અન્ય દસ સ્થળના એડ્રેસ પણ જાહેર કર્યા
રાજકોટમાં દૂધની માફક દેશી દારૂ, ગાંજો, ડ્રગ્સ અને ચરસ મળતા હોવાનો દાવો
રાજકોટના માજી ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રદેશ અગ્રણી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે એક પત્રકાર પરિષદ યોજી શહેરમાં દારૂ-ચરસ-ગાંજો, ડ્રગ્સ સહિતના નશાના કાળા કારોબાર અંગે ચોંકાવનારા ઘટસ્ફોટ સાથે પોલીસ તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતાં.
ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજકોટ શહેરમાં એમ.ડી.ડ્રગ્સ અને ચરસના 21 સ્થળે તેમજ ગાંજાના 25 સ્થળે અડ્ડા હોવાનો દાવો કર્યો છે. જ્યારે બોન્ગ, રોલિંગ, પેપર, ગોગો, હુકા, વેબ, ઈ-સિગારેટ, ચલમ જેવા પ્રતિબંધિત નશીલા દ્રવ્યો વેંચાતા હોય તેવા સ્થળોના નામ સરનામા જાહેર કરી ભારે સનસનાટી મચાવી દીધી છે.
કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજયગુરૂએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ તંત્ર તદન ખાડે ગયું છે અને પ્રજાનું ભલુ કરવાના બદલે અંગત ધંધામાં અને વહીવટ કરવામાં જ પોલીસ રચીપચી રહે છે. શહેરમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે માટે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે. કેટલાક અધિકારીઓ બાયોડીઝલની હેરાફેરીમાં સંડોવાયેલા છે અને એક પોલીસ સ્ટેશને તો 25 થી વધુ બુટલેગરોને ધંધો કરવાની છુટ આપી છે. ટ્રાફીક વ્યવસ્થા પડી ભાંગી છે. ભારે વાહનોને પ્રવેશબંધી હોવા છતાં ટેન્કરો ડમ્પરો બેફામ દોડી રહ્યાં છે અને જીવલેણ અકસ્માતો સર્જી રહ્યાં છે. ટ્રાફીક શાખા ટ્રાન્સપોર્ટરો અને કોન્ટ્રાકટરો પાસેથી હપ્તા ખોરીમાં વ્યસ્ત છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજકોટમાં એમ.ડી.ડ્રગ્સ અને ચરસનું વેચાણ કરતાં સ્થળોના નામ જાહેર કર્યા છે. જેમાં 1) નાણાવટી ચોક શાંતિનગર ગેટ પાસે, 2) રૈયા ચોકડી, 3) જંગલેશ્ર્વર, 4) ઢેબર કોલોની, 5) રૈયા ટેલિફોન એકસેન્જ, 6) રામાપીર ચોકડી, 7) બજરંગવાડી, 8) બાબરીયા કોલોની, 9) મવડીની આસપાસ સરકારી આવાસમાં, 10) રામાપીર ચોકડીની આસપાસ, 11) રૂખડિયા પરામાં અનેક લોકો વેચે છે ખુલ્લેઆમ, 12) માધાપર ચોકડીથી જામનગર હાઈવે પર ગ્રાહકોને બોલાવે, 13) ઘાંચીવાડ રીક્ષાથી ડિલિવરી આપે, 14)જામનગર રોડ બજરંગવાળી ચોકી પાસે, 15) રામનાથપરા, 16) એરપોર્ટ રોડ પર સ્પામા, 17) ગ્રીનલેન્ડ ચોકડીએ ડ્રાયવરોએ ફિકસ બાંધેલા ગ્રાહકોને અને પેડલરો માટે અમદાવાદથી દરરોજ ગાડીમાં માલ લઈ આવે છે. (18) દૂધની ડેરી નો કરવા જગ્યા કરી દેવાની વ્યવસ્થા કારખાનાની પાછળ કરી દે છે. (19) મિલપરા, (20) નંદા હોલ પાસે, (21) જંકશન પાસે ઓટો ચાલકો અને દરગાહની સામેન શેરીમાંનો સમાવેશ થાય છે.
જ્યારે ગાંજો વેચતા 25 સ્થળોમાં (1) એમ.ટી.વી. હોટલ પાસે, ડિલિવરી આપે, (2) અવધ રોડ સરકારી કવાર્ટર, (3) નાણાવટીના કવાટર, (4) સાધુ વાસવાણી શાક બકાલા માર્કેટની બાજુમાં, (5) રૈયાધાર પર અનેક જગ્યાઓ પર, (6) જંગલેશ્ર્વરમાં હુસેની ચોક, ભવાની ચોક તેમજ અનેક જગ્યાઓ પર (7) બજરંગવાડીની બે જગ્યાઓ પર, (8) નાનામવા સર્કલ નજીકના બે અલગ અગલ સરકારી કવાટર, (9) દૂધની ડેરી વિસ્તારમાં, (10) જુની માર્કેટીંગની બાજુમાં, (11) કાલાવડ રોડ પર આદિત્ય-1 કોમ્પલેકસની બાજુની ેરીમાં ડિલિવરી, (12) પંચાયત ચોક પાસે પટેલ ક્ધયા છાત્રાલયની સામે ‘રાજકોટ પાન’, (13) સદર બજારમાં અનેક જગ્યાઓ પર, (14) મોચી બજારમાં, (15) મોટી ટાંકી ચોક એક માજી વેચે, (16) ભગવતીપરામાં અનેક જગ્યાઓ, (17) કેશરીપુલ નીચે માજી વેચે, (18)રેલનગરમાં અનેક જગ્યાઓ, (19) માલવિયા વિસ્તારમાં ખીજડા વાળા રોડ પર, (20) ગાંધીગ્રામમાં એરપોર્ટ દિવાલ નજીક, (21) રૈયા રોડ અંડરબ્રીજ નજીક પર ‘અમર પાન’ અને નહેરૂનગરમાં અંદરની અનેક દુકાનો પર, (22) માંડાડુંગર વિસ્તારમાં 5 થી 7 અલગ અલગ જગ્યાઓ પર, (23) વામ્બે આવાસ યોજના, (24) પુનિતનગર વિસ્તારમાં, (25 ભક્તિનગર રેલવે ટ્રેકની ઝુપડપટ્ટી પર આ ઉપરાંત બોંગ, રોલીંગ પેપર, ગોગો, હુકા, વેબ, ઈ-સિગારેટ તથા ચલમ જેવા પ્રતિબંધીત નશાકારક દ્રવ્યો વેચાતા હોવાના નામ જોગ એડ્રેશન ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ જાહેર કર્યા હતાં. જેમાં (1)કાલાવડ રોડ ડ્રીમ પોઈન્ટ, (2) બીગ બજાર ચોક ‘પાનવાલા’, (3) નકલંક ચાની ઉપર, (4) શિવ પાન-અક્ષર માર્ગ, (5) ગરેડિયા કૂવા રોડની દુકાનો (6) કાલાવડ રોડ ડોમીનોઝ પીઝાની સામે, (7) સાધુ વાસવાણી રોડ, (8) જાગનાથ રોડ, (9) જીમખાના રોડ પર ‘જલારામ પાન’ અને તેની બાજુની પાનની દુકાન, (10) કેસિયલ પાન અમીન માર્ગ, તથા પંજાબી ઢાબા હોટલમાં આવેલી ટાર્ગેટ પાનનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું છે કે, કોઈ અરજદાર પોલીસ કમિશનરને મળવા જાય તો તેને મળવા દેવાતા નથી અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જવાનું કહેવામાં આવે છે. આવું કરીને ખુદ પોલીસ કમિશનર ગૃહમંત્રીની સુચનાનો અનાદર કરે છે તેવું લાગી રહ્યું છે. જેને અન્યાય થયો હોય તેવી વ્યક્તિ પોતાની ફરિયાદ કરવા માટે જાય તો કયાં જાય તે સવાલ ઉભો થયો છે. ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને લીધે ઈમાનદાર કર્મચારીઓને અધિકારીઓનું મોરલ ડાઉન થતું હોય તેવું લાગી રહ્યું છે.