For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફલાઈટને રાજકોટ ડાઇવર્ટ કરાઈ

04:24 PM Sep 18, 2025 IST | Bhumika
દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફલાઈટને રાજકોટ ડાઇવર્ટ કરાઈ

દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડીગોની ફલાઈટને અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ટ્રાફીકના કારણે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી. મોડીરાત્રે આવેલી આ ફલાઈટ 50 મીનીટનું રોકાણ કરી ફરી અમદાવાદ તરફ ઉડાન ભરી રવાના થઈ હતી. રાજકોટ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરાયેલી ઈન્ડીગોની 6ઈ-2124 ફલાઈટ ડાયવર્ટ કરાયા બાદ એરપોર્ટના સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા હતાં.

Advertisement

રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગઈકાલે રાત્રે દિલ્હીથી અમદાવાદ જતી ઈન્ડીગોની ફલાઈટ નં.6ઈ-2124ને અમદાવાદના બદલે રાજકોટમાં ઉતરાણ કરવા માટેની મંજુરી એટીસી પાસે માંગવામાં આવી હતી. દિલ્હીથી ઉડાન ભરીને અમદાવાદ તરફ નીકળેલી ઈન્ડીગોની ફલાઈટ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરે તે પૂર્વે જ ભારે ટ્રાફીકના કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ શકય નહીં હોય જેના કારણે ફલાઈટને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ફલાઈટ લેન્ડ થઈ હતી. 50 મીનીટના રોકાણ બાદ ઈન્ડીગોની ફલાઈટે ફરી અમદાવાદની ઉડાન ભરી હતી અને અમદાવાદ સુરક્ષીત ઉતરાણ કર્યુ હતું.

દિલ્હીથી અમદાવાદ જતાં મુસાફરોએ અચાનક જ ફલાઈટને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવતાં ચોંકી ગયા હતાં. જો કે આ મામલે ઈન્ડીગોના ફલાઈટ એટેડન્સ દ્વારા સમયાંતરે અપડેટ આપી અમદાવાદ એરપોર્ટ પર ભારે ટ્રાફીકના કારણે ફલાઈટને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર ઈન્ડીગોની ફલાઈટે ઉતરાણ કર્યુ હોય જેને લઈ એરપોર્ટની ટીમને પણ એલર્ટ કરવામાં આવી હતી અને એરપોર્ટની ટીમ 50 મીનીટ સુધી સ્ટેન્ડ ટુ રહી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement