રાજકોટમાં ઇન્ડિગો એરલાઇનની ગાડી પાટે ચડી, આઠમાંથી સાત ફલાઇટ ઉડી
દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની કટોકટી હવે થાળે પડી છે અને આજે સવારથી ગુજરાતના વિવિધ શહેરોમાં ફલાઇટો ધીરે ધીરે રાબેતા મુજબ શરૂ થઇ રહી છે. સાથોસાથ ગઇકાલ સુધી અન્ય એર લાઇન કંપનીઓ દ્વારા વિમાની ભાડામાં ચલાવતી લૂંટ પણ બંધ થઇ છે.
જ્યારે અમદાવાદમાં આજે પણ અમદાવાદથી જતી 35 અને અન્ય શહેરોમાંથી અમદાવાદ આવતી 24 ઈન્ડિગોની ફલાઈટો રદ થતાં મુસાફરોએ એરપોર્ટમાં ભારે હંગામો મચાવ્યો હતો. રાજકોટમાં ઈન્ડિગો એર લાઇન્સની ખોરવાયેલી હવાઈ સેવા આજથી પૂર્વવત થઈ રહી છે. રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજે દિલ્હીની સવારની ફ્લાઈટે ઉડાન ભરી હતી તેમજ આજે દિવસ દરમિયાન 8 માંથી માત્ર મુંબઈની એક ફ્લાઇટ કેન્સલ જાહેર થઈ છે. આ સિવાય આજે રાજકોટ એરપોર્ટ ઉપરથી દિલ્હીની 4, મુંબઈની 4, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની એક - એક ફ્લાઈટની ઉડાન ભરશે જોકે આ ફ્લાઇટ એકંદરે અડધો કલાક મોડી પડી રહી છે.
છેલ્લા ચાર દિવસથી ઈન્ડિગો એર લાઇન્સના ઓપરેશનલ રિઝનના કારણે હવાઈ સેવા ખોરવાઈ ગઈ હતી જેના કારણે અનેક ફ્લાઈટ મોડી પડી અથવા તો કેન્સલ થઈ. રાજકોટ હીરાસર એરપોર્ટથી ઉડાન ભરતી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરો રોષે ભરાયા હતા. જોકે આજે શનિવારથી ઇન્ડિગોની હવાઈ સેવા પૂર્વવત થઇ છે. રાજકોટ થી દિલ્હીની સવારની ફ્લાઈટે સમયસર ઉડાન હતી જયારે 9.00 વાગ્યાની મુંબઈ, 12.05 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગલોર, 5.55 ની દિલ્હી તો 7.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરશે. જ્યારે 4.55 ની મુંબઈની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. આ સિવાય આજે એર ઇન્ડિયાની 8.35 વાગ્યાની મુંબઈ, 10.10 વાગ્યાની દિલ્હી, 6.05 વાગ્યાની મુંબઈ અને 8.05 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. ઈન્ડીગોની 6ઊ - 936/937 -રાજકોટ - મુંબઈ રાજકોટ ફ્લાઈટ કેન્સલ જાહેર કરી છે. જયારે 6ઊ -6557/6558 - રાજકોટ - દિલ્હી- રાજકોટ ,6ઊ - 6132/6133 - રાજકોટ - મુંબઈ- રાજકોટ,6ઊ - 154/155 - રાજકોટ - ગોવા- રાજકોટ,6ઊ -6371/6372 - રાજકોટ - હૈદરાબાદ રાજકોટ, 6ઊ -6507/6508 - રાજકોટ - બેંગ્લોર રાજકોટ,6ઊ -5025/5009 - રાજકોટ - દિલ્હી રાજકોટ,6ઊ - 273/274 - રાજકોટ - મુંબઈ- રાજકોટ