For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતની નં.1 અમદાવાદ IIMના ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં તોતિંગ ઘટાડો

03:50 PM Nov 03, 2025 IST | admin
ભારતની નં 1 અમદાવાદ iimના ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં તોતિંગ ઘટાડો

ચાલુ વર્ષે માત્ર બે જ છાત્રોને વિદેશમાં નોકરી મળી, અમેરિકા-યુ.કે.-જર્મની- રશિયા- કેનેડા- યુરોપ સહિતના દેશોમાંથી નોકરીની ઓફરો ઘટી

Advertisement

ભારતની નં.1 મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ ગણાતી અને વૈશ્વિક ઓળખ ધરાવતી આઈઆઈએમ અમદાવાદના એમબીએના વિદ્યાર્થીઓનું ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટ છેલ્લા કેટલાક વર્ષોથી ઘટી રહ્યુ છે. વર્ષ 2011માં આઈ આઈ એમ એના 26 અને 2012માં 30 વિદ્યાર્થીઓને ભારત બહારના દેશોમાં નોકરી મળી હતી. પરંતુ આ વર્ષે સૌથી ઓછા એટલે કે માત્ર બે જ વિદ્યાર્થીને ભારત બહાર નોકરી મળી છે.

ઈન્ટરનેશનલ-મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા આઈઆઈએમના વિદ્યાર્થીઓનું મોટી સંખ્યામાં પ્લેસમેન્ટ થાય છે અને લાખોના પેકેજમાં નોકરી અપાય છે પરંતુ અમેરિકા, યુકે, જર્મની કે રશિયા, કેનેડા કે યુરોપના સહિતના દેશોમાં નોકરી મળવાનું પ્રમાણ ઘટ્યુ છે. મોટા ભાગે ભારતના જ વિવિધ શહેરોમાં અને ખાસ કરીને એશિયાના દેશોમાં વિદ્યાર્થીઓને નોકરી મળે છે.

Advertisement

આંતરાષ્ટ્રિય સ્થળોએ નોકરી મેળવનારા આઈઆઈએમ અમદાવાદના એમબીએના વિદ્યાર્થી ઓની સંખ્યા છેલ્લા 15 વર્ષમાં ઘણી ઘટી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આઈ આઈ એમના પીજીપી એમબીએ બેચની ઈન્ટેક એટલે કે બેઠક મર્યાદા વધારવામાં આવી છે. વર્ષ 2011માં જ્યાં બેઠકો 300ની આસપાસ હતી ત્યારે હવે વધીને 400ની આસપાસ થઈ ગઈ છે. ઉપરાંત આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીઓના પેકેજની રકમ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગણી વધી છે. ઉપરાંત આઈ આઈએમ અમદાવાદના ફાઈનલ પ્લેસમેન્ટમાં આવનારી મલ્ટીનેશનલ કંપનીઓ સંખ્યા પણ ખૂબ જ વધી છે. આઈઆઈએમ દ્વારા દર વર્ષે બે વર્ષના પીજીપી એમબીએ બેચના સમર પ્લેસમેન્ટ બાદ ફાઈનલ પ્લેસમેન્ટની પ્રક્રિયા કરવામા આવે છે.

છેલ્લે 2011ના વર્ષમાં કુલ 304 વિદ્યાર્થીઓમાંથી 260 છાત્રોને ભારતના વિવિધ શહેરોમાં અને 260 વિદ્યાર્થીઓને વિદેશના સ્થળોએ નોકરી મળી હતી. જ્યારે વર્ષ 2012માં 365 વિદ્યાર્થીઓમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 30 વિદ્યાર્થીઓને વિદેશના સ્થળોએ નોકરી ઓફર થઈ હતી. મોટા ભાગે ઈન્ટરનેશલ લોકેશન્સમાં હોંગકોંગ, દુબઈ, કતાર, અબુધાબી, મલેશિયા અને આફ્રિકાના દેશોમાં છાત્રોને નોકરી મળતી હોય આ ઉપરાંત અમેરિકા, યુકે(લંડન), જર્મની, કેનેડા કે રશિયા કે યુરોપના દેશોમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ નોકરી ઓફર થતી હોય છે. મહત્ત્વનું છે કે ઈન્ટર નેશનલ લોકેશન્સમાં નોકરીનું પ્રમાણ ઘટવા પાછળ હાલ વિશ્વમાં ફેલાયેલી અરાજકતા, આર્થિક ડામાડોળની સ્થિતિ અને ઈન્ટર નેશનલ-ફોરેન પોલીસી સહિતના અનેક કારણો જવાબદાર છે. આ વર્ષે સૌથી ઓછા માત્ર બે જ વિદ્યાર્થીને દુબઈમાં જોબ ઓફર થઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement