વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ-વિરાસતના પથ પર ભારતની આગેકૂચ
મોદી સરકારના આ 11 વર્ષ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા: 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે
2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતના લોકોએ નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે સત્તાનું સુકાન સોંપ્યું હતું. 26 મે, 2014ના રોજ વડાપ્રધાન પદની શપથ લીધા પછી નરેન્દ્ર મોદીજીએ સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને યોજનાઓ તૈયાર કરી અને અમલમાં મૂકી. આજે સરકારની તમામ પ્રમુખ યોજનાઓ ગરીબોના જીવનમાં બદલાવ લાવી છે અને તેમના નેતૃત્વમાં ભારત આર્થિક અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં સફળતાના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે.
26 મે, 2025ના રોજ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. મોદી સરકારના આ સફળ 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા છે. ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઉદ્યોગ-વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં વિકાસની લાંબી છલાંગ લગાવી રહ્યું છે. ગુજરાત પોતાના સપૂત અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવેલા વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા માટે તત્પર છે. મને યાદ છે કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ નો મંત્ર આપ્યો હતો. પરિણામે, વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની જવાબદારી ખૂબ વધી જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં ગામડાઓ, ગરીબો અને ખેડૂતોની ચિંતા કરી છે. હકીકતમા મોદીજીએ ગરીબીને જીવી છે, એટલે જ તેઓ ગરીબોના દુ:ખ અને પીડાને વધુ સારી રીતે સમજે છે અને તેને દૂર કરવા માટે તેઓ એવી યોજનાઓ અમલમાં મૂકે છે જે ગરીબોને તેમની ગરીબીમાંથી બહાર કાઢવા માટે કારગર નીવડે. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ મોદી સરકારના છેલ્લા 10 વર્ષોના કાર્યકાળમાં દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
અમે ગુજરાતમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારની યોજનાઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત સરકારે છેવાડાના માનવીઓ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડીને તેમની જિંદગીમાં બદલાવ લાવવા માટેનો એક પ્રામાણિક પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનનાં દિશાનિર્દેશનમાં અમે જ્ઞાન-ૠઢઅગ (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી)ના વિકાસને પણ વિશેષ મહત્વ આપ્યું છે. વડાપ્રધાનએ કહ્યું છે કે તેમના માટે દેશમાં ફક્ત ચાર જાતિઓ- ગરીબ, યુવા, ખેડૂતો અને નારી છે, અને તેઓ તેમના સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે.
અમે રાજ્યના યુવાનોને રોજગારીની વ્યાપક તકો પ્રદાન કરવા માટે નવા અને ઉભરતા ક્ષેત્રોના ઉદ્યોગોની સ્થાપના પર વિશેષ ભાર મૂક્યો છે. રાજ્ય સરકારે સેમિક્ધડક્ટર ક્ષેત્રના બિઝનેસને આકર્ષિત કરવા માટે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનની રચના કરી છે. સેમિક્ધડક્ટર ક્ષેત્રની કેટલીક મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે આગળ આવી છે. તેના કારણે ગુજરાત ભારતના સેમિક્ધડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.
ભારતમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનો એક નવો યુગ વડાપ્રધાનનાં નેતૃત્વમાં 2014 પછી દેશમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનો એક નવો યુગ શરૂૂ થયો છે. તેમની સરકાર છેલ્લા 11 વર્ષોમાં વિકાસ ભી, વિરાસત ભી ના મંત્ર સાથે ભારતીય સંસ્કૃતિ, તેના વારસા અને પરંપરાઓને એક નવી ઉંચાઈ પર લઇ ગઈ છે.
અયોધ્યામાં રામમંદિરના નિર્માણની સાથે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર અને ઉજ્જૈનમાં મહાકાલ લોક પ્રોજેક્ટ થકી ભારતના આધ્યાત્મિક સ્થળોની કાયાપલટ થઈ છે. તેમણે ભારતના યોગ અને આયુર્વેદ જેવા પ્રાચીન વારસાને પણ વૈશ્વિક ફલક પર સ્થાપિત કરી દીધા છે. ગુજરાત સરકાર પણ ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂૂપિયાના ખર્ચે સોમનાથ, અંબાજી, પાવાગઢ, માધવપુર અને દ્વારકા જેવા મોટા અને પ્રમુખ યાત્રાધામોના વિકાસ ઉપરાંત નાના-નાના ધાર્મિક સ્થળોનો પણ શાનદાર વિકાસ કરી રહી છે.
3.65 કરોડ ગુજરાતીઓને મફત અનાજ
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ હેઠળ ક્રમશ: 8 લાખ 98 હજાર અને 5 લાખ 77 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 3.65 કરોડ લોકોને નિ:શુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અન્વયે રાજ્યના 68.68 લાખ ખેડૂત કુટુંબોને રૂ. 6000ની વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવી રહી છે. રાજ્યમાં 48,60,046થી વધુ શૌચાલયોનું નિર્માણ, પીએમ સ્વનિધિ યોજના હેઠળ 4,79,141 શેરી વિક્રેતાઓને લોન સુવિધા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 43 લાખથી વધુ નિ:શુલ્ક એલપીજી ગેસ કનેક્શન, પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ 1,92,98,001 લોકોના બેંક અકાઉન્ટ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 1,51,84,855 ખાતાઓમાં રૂ. 1,29,407 કરોડની લોન, પીએમ સૂર્યઘર યોજના હેઠળ 3.55 લાખ સોલાર રૂૂફટોપ પેનલની સ્થાપના , આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત ગુજરાતના 70 ટકા નાગરિકો એટલે કે 4.80 કરોડથી વધુ લોકોનું આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) હેઠળ રજિસ્ટ્રેશન અને 10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોના સંચાલન સાથે ગુજરાત પોતાના સાડા છ કરોડ નાગરિકોને વિવિધ યોજનાઓના લાભ પ્રદાન કરીને તેમના જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ગુજરાતે યુવાશક્તિની ક્ષમતાઓને ઓળખીને અનેક કાર્યક્રમો અમલી બનાવ્યા છે. શિક્ષણથી લઇને નવા ઉદ્યોગોની સ્થાપના અને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત સરકારનું પ્રદર્શન ઘણું નોંધપાત્ર રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટીઅને દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી જેવી સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ કાર્યરત છે. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં ૠઋજઞ અને છજઞ ને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો દરજ્જો આપ્યો છે, અને તે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે જાણીતી બની છે. આ ઉપરાંત, ગત 11 વર્ષોમાં ગુજરાતમાં 22 નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે અને રાજ્યના વિદ્યાર્થીઓ માટે 4300 નવી મેડિકલ સીટ્સ ઉપલબ્ધ થઈ છે.