ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

30મીથી અમદાવાદમાં ઇન્ડિયન ફોક કાર્નિવલ

04:10 PM May 21, 2025 IST | Bhumika
Advertisement

દેશભરના લોકનૃત્ય અને લોકકલાના કલાકારોને રાષ્ટ્રીય મંચ મળી રહે તે હેતુથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી વિસરાતી જતી લોક કલાને મલ્ટી મીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી પહોંચાડવા માટે આ પ્રયોગ થઈ રહ્યો છે.
જેમાં 3 દિવસ તારીખ 30 અને 31 મે તેમજ 1લી જૂન દરમ્યાન અમદાવાદની કર્ણાવતી ક્લબમાં લોકનૃત્યના 1000થી વધારે કલાકારો પરફોર્મ કરશે. જેમાં ગુજરાતના તમામ પ્રાંતના પરંપરાગત લોકનૃત્યો જોવા મળશે. ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિસા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોના લોક કલાકારો પણ પોતાની સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરશે.

Advertisement

ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દેશની એકમાત્ર એવી સંસ્થા છે કે જેની સાથે 5,000થી પણ વધુ લોક કલાકારો જોડાયેલા છે અને આ કલાકારોને દેશ-વિદેશમાં પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ સંસ્થા કરી રહી છે. આ સંસ્થાના સ્થાપક અને લોકકલાવિદ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે આ કાર્નિવલ માટે જણાવ્યું કે, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનું મંચ.. એ તળના કલાકારો પાસે રહેલી ટોચની કળા પીરસવાનું ભારતનું સૌથી મોટું મંચ છે.
આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રસિંહ જાદવે જણાવ્યું કે, આપણી લોકકલા GENZથી આગળ વધીનેGEN ALPHA અને GEN BETA સુધી પહોંચ્યા બાદ પણ તરોતાજા રહે તે માટે આ અનોખું આયોજન થઈ રહ્યું છે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે ગુજરાતના લોકનૃત્યો, બીજા દિવસે આદિવાસી લોકનૃત્યો અને ત્રીજા દિવસે દેશના જુદાં જુદાં રાજ્યોના પરંપરાગત લોકનૃત્યો પરફોર્મ કરવામાં આવશે.

વિશાળ કઊઉ તભયિયક્ષ પર કોન્સેપ્ચ્યુઅલ વિઝ્યુલ ડિઝાઇન, સુપર્બ સાઉન્ડ સિસ્ટમ, લેટેસ્ટ લાઇટિંગ સાથે આ સમગ્ર કાર્યક્રમ યોજાશે. આ એક એવો શો છે, જેનાથી બે જનરેશન કનેક્ટ થશે... અત્યારની પેઢી પણ કલાની ચાહક છે. જ... બસ તેમને તેમના અંદાજમાં પીરસવું પડે છે. આમ કરવાથી નવી પેઢીને મૂળ સાથે જોડી શકાશે.3 દિવસના આ શો માં, 2 વર્કશોપ, 2 આર્ટ ગેલેરી, 10થી વધુ એવોર્ડ, 1000થી વધુ કલાકારો અને 50થી વધુ પરંપરાગત ડાંસ ફોમ જોવા મળશે.. આ શો દ્વારા વિસરાતી જતી લોકકલાને રાષ્ટ્રીય મંચ મળશે. કલાચાહકો માટે આ કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી છે, પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. પાસ માટે 9016031743 નંબર પર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકાશે.

Tags :
AhmedabadAhmedabad newsgujaratgujarat newsIndian Folk Carnival
Advertisement
Next Article
Advertisement