ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારતીય વાયુસેનાનું ‘એકસરસાઇઝ મહાગુજરાત’માં શક્તિપ્રદર્શન

01:32 PM Nov 12, 2025 IST | admin
Advertisement

ભારતીય વાયુ સેના (IAF) એ વેસ્ટર્ન સેક્ટરમાં 28મી ઓક્ટોબરથી 11 નવેમ્બર 2025 દરમિયાન એક્સરસાઇઝ મહાગુજરાત-25 (MGR-25)નું સફળ આયોજન કર્યું હતું. ઓપરેશનલ ઉત્કૃષ્ટતા અને સંયુક્ત તૈયારીઓના ઉચ્ચ માપદંડોને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુ સેના (IAF) એ વેસ્ટર્ન સેક્ટરમાં 28મી ઓક્ટોબરથી 11 નવેમ્બર 2025 દરમિયાન એક્સરસાઇઝ મહાગુજરાત-25 (MGR-25)નું સફળ આયોજન કર્યું હતું.

Advertisement

આ દ્વિ-સપ્તાહ લાંબી કવાયત ભારતીય વાયુ સેનાની સજ્જતા અને ક્ષમતાનો પુરાવો આપે છે. મહાગુજરાત-25 દરમિયાન એર કેમ્પેઇન્સથી લઈને મેરિટાઇમ ઓપરેશન્સ અને એર-લેન્ડ મિશન સુધીની હવાઈ કાર્યવાહીના સમગ્ર આયામો પર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કવાયત IAFની ફૂલ સ્પેક્ટ્રમ ઓપરેશન્સ (Full Spectrum Operations) હાથ ધરવાની તૈયારીનું મૂલ્યાંકન કરે છે. IAF દ્વારા આયોજિત MGR-25ની સાથે સાથે, એક મહત્ત્વપૂર્ણ ટ્રાય-સર્વિસ એક્સરસાઇઝ (TSE-25) પણ ચાલી રહી હતી. આ કવાયતમાં ભારતીય સૈન્ય (આર્મી), નૌકા દળ (નેવી), તટ રક્ષક (કોસ્ટ ગાર્ડ) અને અન્ય સંરક્ષણ સંસ્થાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. આ ટ્રાય-સર્વિસ એક્સરસાઇઝ ભારતીય સંરક્ષણ દળો વચ્ચેની સંયુક્ત કામગીરી આત્મનિર્ભર ભારતની ભાવના અને ઓપરેશનલ ક્ષેત્રે નવીનતાને ઉજાગર કરે છે.

આર્મી અને નેવી સાથે રિયલ-ટાઇમમાં જોઇન્ટ ઓપરેશન્સ હાથ ધરવામાં આવ્યા. ઓપરેશનલ ક્ષમતા વધારવા માટે નાગરિક એરફિલ્ડ્સ ઉપરથી પણ ફાઇટર મિશન્સ શરૂૂ કરવામાં આવ્યા. આ કવાયતમાં ઓપરેશન માટેની માન્યતા, વહીવટી અને મેઇન્ટેનન્સ સંબંધિત તમામ તૈયારીઓનું સઘન પરીક્ષણ કરવામાં આવ્યું.

Tags :
Exercise Mahagujaratgujaratgujarat newsIndian Air Force
Advertisement
Next Article
Advertisement