ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હિંમતનગરના ધારાસભ્ય સામે અભદ્ર પોસ્ટ વાઈરલ થતા વિવાદ

04:16 PM Jul 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

હિંમતનગરનાં ધારાસભ્ય વી.ડી.ઝાલા સામે કરાયેલી અભદ્ર પોસ્ટ વાયરલ થતા અનેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ પોસ્ટમાં હિંમતનગરનાં છાપરીયા રોડ પર આવેલ અનંતેશ્વર મંદિર તોડી નાંખવાનો કારસો રચ્યાનો પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આ પોસ્ટ વાયરલ કરનાર સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.

પોસ્ટમાં ધારાસભ્ય સામે અભદ્ર શબ્દોનાં ઉપયોગને લઈ વિવાદ સર્જાયો છે. આ મામલે મંદિરનાં ટ્રસ્ટ્રી અને કર્મચારીને પોસ્ટ અંગે માહિતી મળતા તેઓએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા પોસ્ટ કરનાર ઉમંગ પંચાલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટ કરનાર ઉમંગ પંચાલ અગાઉ ભાજપ જીલ્લા કાર્યાલયમાં સોશિયલ મીડિયા માટે ફોટોગ્રાફી કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે.

Tags :
gujaratgujarat newsHIMMATNAGARHIMMATNAGAR newspost viral controversy
Advertisement
Advertisement