ધ્રોલ-જોડિયા તાલુકામાં નીલગાય-ભૂંડનો વધેલો ત્રાસ
જામનગર જિલ્લા નાં જોડીયા તાલુકા ના ભીમકટા, જામસર, માણામોરા, કોઠારીયા ગામના ખેડૂતો એ ધ્રોલ ના પ્રાંત અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરીને નીલગાય અને ભૂંડ થી ખેતી ના પાક ને થતી નુકસાની અટકાવવા અંગે પગલા લેવા માંગણી કરી છે.
આ રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે , અમારા ગામ દરીયા કાઠા ના છે. છેવાડા ના ગામ છે. અને ગામની ખેતી બિનપીયત સુકા પ્રકારની છે.વર્ષ માં એક જ પાક લઈ શકાય છે. અને વરસાદ આધારીત ખેતી છે.
જેથી ઋતુમાં ખરીફ પાકમાં મગફળી, કપાસ, તુવેર, અજમો તેમજ રવિ પાકમાં ઘઉં, ચણા, ના ઉભા પાકમાં જંગલી નીલ ગાયો 50 થી 60 ના ટોળામાં ગામો ની ચારે બાજુ થી સીમ વિસ્તારમાં ઉભા પાક ચરી જાય છે. અને ખુબજ મોટા પ્રમાણમા નુકશાન કરે છે .
ચાલુ વર્ષ મા.મોટાભાગે ખેડૂત નાં 100 ટકા પાક નીલગાય અને ભુંડ એ નુકશાન કર્યું છે. ખેડુતો ખેતી કરી શકે તેમ નથી .અને ખેડુતોને સ્થળાતર કરવાની ફરજ પડે તેમ છે.હાલ સરકાર તથા ફોરેસ્ટ વિભાગના કાયદા મુજબ તેને મારી શકાતા નથી. જેથી તમામ પાકો ખાય જતા ખેડુતોને પારાવારા આર્થીક નુકશાની થયેલ છે. જેથી ગ્રામજનો ની માંગ છે કે ભુંડ ના ત્રાસ દુર કરવામા આવે.
ખેડૂતો ધ્વારા ખેતરોમા ફરતે કરવામાં આવેલ કાંટાવાળી તાર ફેંસીંગ કરવા તથા ઝાટકા મશીન નો ઉપયોગ કરવા છતા ખેડુતો ના પાકનુ રક્ષણ થઈ શકતુ નથી. અને તાર ઝાટકા તોડી નાખેલ છે. અને દિવસમાં 20 કલાક રખેવાળું કરવા છતા પાકોને નુકશાન કરેલ છે. હાલમાં ગામોનુ કુલ વાવેતર વિસ્તારના 50 ટકા પાકો નાશ પામેલ છે.
ખેતીના પાકોને નુકશાન થતુ અટકાવવા માટે ખેડુતોની વિનંતી છે કે ગામની સીમમાં આવેલ જંગલી નીલ ગાય તેમજ ભુંડ ને સરકાર ધ્વારા પકડી અન્ય જંગલ વિસ્તારમા સ્થળાંતર કરવામા આવે તો જ મુશ્કેલી નીવારી શકાય તેમ છે. જેથી સત્વરે સરકાર તથા ફોરેસ્ટ વિભાગમાં ભલામણ કરીને પ્રશ્નો નો ઉકેલવામાં આવે.
હાલ રાત દિવસ 20 કલાક રખવાડુ કરવા છતા ઉભો પાક ખાય જાય છે. અને ખેડુતો ના જાન માલ ને ભય હોય ખેડુતોના ખેતીના પાકને બચાવી લેવા કાયમી ઉકેલ આવે તેવી વ્યવસ્થા કરવા ગ્રામજનો ની માંગણી છે.
આ આગાઉ આ ઠંડી ની સીઝન માં રખવાડા દરમ્યાન ભીમકટા ગામ ના ત્રણ ખેડુતો ના અવસાન થયાં હતા. સરકાર અને તંત્ર આ બાબતે પગલા નહી લે તો ખેડુતો કાયદો હાથમા લેવા મજબુર બની શકે છે. જેથી વહેલી તકે આ પ્રશ્નો નો યોગ્ય નિકલ કરી આપવામા આવે.