હૃદયરોગના હુમલાનો વધતો ખતરો: વધુ ચાર માનવ જીંદગી ધબકારા ચૂકી ગઈ
રાજકોટમાં હદય રોગના હુમલાનો ખતરો વધ્યો હોય તેમ વધુ ચાર માનવજીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં અમૃત પાર્કમાં કોન્ટ્રાક્ટર ખોડિયારનગરના આધેડ,કૃષ્ણ નગરના વૃદ્ધ અને રાંણીંગપર ગામના આધેડનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ ઉપર આવેલ અમૃત પાર્કમાં રહેતા બાબુભાઈ પરસોતમભાઈ ઝાલાવાડિયા નામના 55 વર્ષના ક્ધટ્રક્શનના કોન્ટ્રાક્ટર ઘરે હતા ત્યારે મધ્યરાત્રે હદય રોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
બીજા બનાવમાં 150 ફૂટ રીેંગ રોડ ઉપર ખોડિયારનગરમાં રહેતા નાનુભાઈ જગાભાઈ ડાભી ઉ.વ.55 બપોરના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે બેભાન હાલતાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજપરનાતબીબે આધેડનું હદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ત્રીજા બનાવમાં સ્વામીનારાયણ ચોક પાસે આવેલ કૃષ્ણનગરમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા ધિરજલાલ કુરજીભાઈ સિતાપરા ઉ.વ.67 સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ ઉપરાંત ચોથા બનાવમાં જસદણના રાણીંગપર ગામે રહેતા ભુપતભાઈ ડાયાભાઈ સોમાણી ઉ.વ.55 પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે સિવિલ હાસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે આધેડનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.