વેરાવળ સોમનાથ એકસપ્રેસમાં સ્લીપર કલાસ કોચનો વધારો
11:19 AM Apr 30, 2025 IST
|
Bhumika
Advertisement
ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસમાં એક સ્લીપર ક્લાસ કોચનો વધારો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
Advertisement
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજકોટ ડિવિઝનથી પસાર થતી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસમાં હંગામી ધોરણે એક વધારાનો સ્લીપર ક્લાસનો કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો ટ્રેન નંબર 22958/22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસમાં 02 મે ,2025 થી 14 મે ,2025 સુધી ગાંધીનગર કેપિટલ થી અને 01 મે, 2025 થી 13 મે, 2025 સુધી વેરાવળથી એક સ્લીપર ક્લાસનો વધારાનો કોચ જોડવામાં આવશે.
ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીનેwww. enquiry. indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Next Article
Advertisement