OBM બોટના કેરોસીન-પેટ્રોલ ક્વોટામાં વધારો
ગુજરાત સરકારે રાજ્યના માછીમારોને મોટી રાહત આપતા OBM (Outboard Motor) બોટ માટે મળતી કેરોસીન અને પેટ્રોલની સહાયમાં ત્રણ ગણો વધારો કર્યો છે. અત્યાર સુધી માછીમારોને દર મહિને 150 લિટરની સહાય મળતી હતી, જે હવે વધારીને 450 લિટર કરવામાં આવી છે. મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે આ અંગેની જાહેરાત ગાંધીનગરમાં માછીમાર આગેવાનો સાથેની બેઠકમાં કરી હતી. આ ઉપરાંત, આ સહાયનું વિતરણ ડીઝલ સહાયની જેમ જ પારદર્શક ઓનલાઈન સોફ્ટવેર દ્વારા કરવામાં આવશે.
મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં ગાંધીનગરમાં માછીમાર આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે માછીમારોની માંગણીઓને હકારાત્મક પ્રતિસાદ આપ્યો. આ બેઠકમાં, ઘઇખ બોટ માટે મળતી કેરોસીન-પેટ્રોલની સહાય 150 લિટરથી વધારીને 450 લિટર પ્રતિ માસ કરવાની જાહેરાત કરવામાં આવી. આ સાથે, આ સહાયને પણ ડીઝલ સહાય જેવી જ પારદર્શક ઓનલાઈન સિસ્ટમ દ્વારા આપવા માટે એક વિશેષ સોફ્ટવેર વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, મંત્રીએ માછલીની બ્રીડીંગ સિઝન દરમિયાન માછીમારી ન કરવા માટે માછીમારોને અનુરોધ પણ કર્યો હતો.માછીમારોની મુખ્ય માંગણીઓમાંની એક ઘઇખ બોટ માટે મળતી ઇંધણ સહાયમાં વધારો કરવાની હતી. આ માંગણીને સ્વીકારતા મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી કે ચાલુ વર્ષથી માછીમારોને દર મહિને 150 લિટરને બદલે 450 લિટર કેરોસીન અને પેટ્રોલની સહાય આપવામાં આવશે. આ નિર્ણયથી માછીમારોને ઇંધણ ખર્ચમાં મોટી રાહત મળશે અને તેમની આર્થિક સ્થિતિ સુધરશે.
માછીમારો દ્વારા ઘઇખ બોટને બંધ સિઝન દરમિયાન પણ માછીમારી કરવાની મંજૂરી આપવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ મુદ્દા પર મંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે માછલીની બ્રીડીંગ સિઝન દરમિયાન માછીમારી કરવાથી મત્સ્ય ઉત્પાદન ઘટી શકે છે. આથી, તેમણે રાજ્યના તમામ માછીમારોને સરકારી પરિપત્રનું પાલન કરીને આ સિઝન દરમિયાન માછીમારી બંધ રાખવા વિનંતી કરી હતી, જેથી મત્સ્ય સંસાધનોનું સંરક્ષણ થઈ શકે.