યાત્રાધામ દ્વારકાના ST ડેપોમાં યાત્રિકોને અસુવિધા
પંખાઓ બંધ, બેસવામાં અવ્યવસ્થા, શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ : ગાંધીનગર સુધી ફરિયાદ
ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, ગીરીશભાઈ વાણીયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, કમલેશભાઈ પારેખ ની સંયુક્ત યાદી જણાવે છે કે દ્વારકા ખાતે ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા ગયા હતા ત્યારે બંને વખતની ટ્રેન માં ટિકિટ હોવા છતાં એસ.ટી.ના 29 લાખ મુસાફરો પ્રત્યે સહાનુભૂતિ હોય જે પગલે એસ.ટી ડેપો દ્વારકા ની વિઝીટ દરમ્યાન દ્વારકા ડેપો ના ડેપો મેનેજર ની પોલ ખુલી ગઈ હતી.
શૌચાલયમાં અને બાથરૂૂમમાં ભારે ગંદકી જોવા મળી હતી. દ્વારકા એ તીર્થધામ છે હજારો ભક્તજનો ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હોય છે. મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવા અંગે એસ.ટી.એ ટૂંકા ગાળામાં 35% જેવો તોતિંગ ભાડા વધારો કર્યો છે. ત્યારે દ્વારકા ડેપો ની હાલતમાં જોઈએ તો બપોરના 3-45 કલાકે ભારે બફારા વચ્ચે દ્વારકા ડેપોના 16 પંખાઓ માંથી તમામ પંખાઓ બંધ હાલતમાં હતા અમુક પંખાઓ ભાંગીને નીકળી ગયા હતા તમામ સ્વીચ શરૂૂ કરવા છતાં ફક્ત પાંચ પંખા શરૂૂ થયા બાકીના પંખા બંધ હાલતમાં હતા.
ત્યારબાદ શૌચાલયની વિઝીટ માં શૌચાલયની અંદર બેસુમાર ગંદકી હતી પાણીની રેલમછેલ મુસાફરો લપસી પડે એ પ્રકારનું ભોંયતળિયે પાણીની રેલમછેલ હતી અને શૌચાલયની ઉપર લખવામાં આવ્યું હતું કે પે એન્ડ યુઝ જાહેર શૌચાલય બસ સ્ટેશનો ઉપરના શૌચાલયોમાંથી પે એન્ડ યુઝ પદ્ધતિ દૂર કરી જાહેર જનતા તથા મુસાફરોને નિ:શુલ્ક સેવા આપવા અંગે તારીખ 2/7/2024 ના નં.એસટીજી/સીઇઓ/મો.સેલ/1812 ના પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પીપીપી ધોરણે ફેઝ 1 હેઠળ ડેવલપ કરવામાં આવેલ છ તેમજ હાલ ડેવલપ કરવામાં આવી રહેલા ફેઝ 2 હેઠળના 9 બસ સ્ટેશનો ઉપર ક્ધસેશન એગ્રીમેન્ટ ની જોગવાઈઓમાં યુઝર ચાર્જિસ નો સમાવેશ થયેલ હોય 15 બસ સ્ટેશનો સિવાયના તમામ બસ સ્ટેશન ખાતે પે એન્ડ યુઝ પદ્ધતિ નાબૂદ કરવા નિર્ણય કરવામાં આવેલ હોય જે સ્થળો ખાતે પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટ અમલમાં હોય ત્યાં કરારની શરતો ચકાસીને એજન્સીને કરાર સમાપ્ત કરવા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી પીપીપી સિવાયના તમામ બસ સ્ટેશન ઉપર શૌચાલયની સુવિધા નિ:શુલ્ક પુરી પાડવા જણાવવામાં આવે છે.
દ્વારકા ડેપો ની જે કાંઈ બેદરકારી અને લાપરવાહી હતી તે અંગેની નોંધ કરવા અંગેની ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી પરિશિષ્ટ અ અને બ મુજબની ફરિયાદ પોથી ટ્રાફિક કંટ્રોલરે રાખવી ફરજીયાત હોવા છતાં ફરિયાદ બુક હતી નહીં. દ્વારકા માં મુસાફરોને પડેલી હાલાકી અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વાહન વ્યવહાર હર્ષ સંઘવી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એમ.ડીને અને વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરી જવાબદારો સામે પગલાં ભરવા રજૂઆત કરાશે.