વાપીની પેપરમીલોમાં ઇન્કમટેક્સનું સર્ચ
પ્લાન્ટ ઉ5રાંત મુંબઇ-પુણે સહિત 25 જેટલા સ્થળે તપાસ
ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ફરી એક વખત સક્રિય બન્યુ છે અને આજે દક્ષિણ ગુજરાતમાં આવેલી 25થી વધુ પેપરમીલોમાં સર્ચ હાથ ધર્યુ છે. ત્રણ જેટલી પેપરમીલોની ગુજરાત, પુણે, મુંબઇની ઓફિસો સહિત લગભગ 25 સ્થળે આવક વેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હોવાનુ જાણવા મળે છે.
આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર મળી આવતા ગુજરાતના અન્ય શહેરોમાં પણ તપાસ લંબાય તેવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ વાપીની પેપર મિલોમાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, એન.આર.અગ્રવાલ પેપર મિલમાં સર્ચ ઓપરેશનમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.વાપી સહિત મુંબઈ અને પુણેમાં પણ ITનું સર્ચ કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ સાથે સંકળાયેલાના ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. વાપીમાં 15થી વધુ સ્થળોએ તેમજ મુંબઈ, પુણેમાં 10થી 12 જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.
વાપીની પેપર મિલોમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. વાપીમાં 25થી વધુ સ્થળોએ IT વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. વાપીની ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, એન.આર.અગ્રવાલ પેપર મિલમાં દરોડા પાડ્યા છે. વાપી સહિત મુંબઈ અને પૂણેમાં પણ આઈ.ટી નું સર્ચ કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોને ત્યાં પણ આઈ.ટી ની ટીમની તપાસ કરવામાં આવી રહી છે.
આઈ.ટી ના સુરત અને વાપી વિંગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોના ત્યાં પણ આઈ.ટી ની ટીમની તપાસ કરવામાં આવી રહી છે.