ગુજરાતમાં સોલાર પેનલ બનાવતી વારી એનર્જીમાં ઇન્કમટેક્ષના દરોડા
સોલાર કંપનીમાં તપાસનો રેલો સુરતના બે બિલ્ડર અને બ્રોકર સુધી પહોંચ્યો
મુંબઈ આવકવેરા વિભાગની 30 ટીમ દ્વારા પ્રથમ વખત કોઈ સોલાર ગ્રુપને ત્યા મેગા સર્ચ ઓપરેશન
મુંબઈ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સોલાર એનર્જી સેક્ટર સાથે સંકળાયેલી સોલાર પેનલ બનાવતી વારી કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા બાદ તેનું ગુજરાત કનેક્શન ખુલ્યું હતું જેને પગલે નવસારીના ચીખલીમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતાં. મુંબઈની આવકવેરા વિભાગની 30 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મુંબઈની ટીમે વારી ગ્રુપના કર્તાહર્તાઓનાં મુંબઈ, વાપી અને ચીખલી ખાતે આવેલી ઓફિસો અને નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેની સાથે દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સોલાર કંપની પરના દરોડાની કડીમાં સુરત શહેરના બિલ્ડર અને બ્રોકર પણ આવકવેરા વિભાગના સાણસામાં આવ્યા છે.
ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રુપના તમામ દસ્તાવેજો, ડિજિટલ રેકર્ડ્સ અને સંપત્તિની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ગ્રુપે તાજેતરમાં જ સીએઆર ફંડમાં કરોડો રૂૂપિયાની જાહેરાત પણ કરી હતી. આ સોલાર કંપનીના ઓપરેશન મેઇન્ટેનન્સની જવાબદારી અન્ય એક સોલાર કંપનીને સોંપવામાં આવી છે. આ તપાસ દરમિયાન, આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ દરોડા પાડીને તપાસ શરૂૂ કરી છે. આ તપાસનું કેન્દ્રબિંદુ બિલ્ડરો દ્વારા ચીખલી ખાતે કરવામાં આવેલા કરોડો રૂૂપિયાના જમીનના સોદા છે.
કરોડોના જમીન સોદામાં કરચોરીની શંકા અધિકારીઓ મુખ્યત્વે એ દિશામાં તપાસ આગળ વધારી રહ્યા છે કે, આ જમીનના વેચાણના વ્યવહારોમાં કેપિટલ ગેઈન ટેક્સ યોગ્ય રીતે ભરવામાં આવ્યો છે કે કેમ અને આ સોદાઓમાં કેટલી રકમ રોકડમાં લેવામાં આવી છે. જમીનના સોદા સંબંધિત ગુપ્ત ચીઠ્ઠીઓ અને અન્ય કાગળો શોધવા માટે બિલ્ડરની ઓફિસ પર તપાસ કરવામાં આવી રહી છે. સોલાર કંપની પરના દરોડાની કડીમાં સુરત શહેરના એક શાહ અટકધારી બિલ્ડર અને બ્રોકર પણ આવકવેરા વિભાગના સાણસામાં આવ્યા છે. આ બિલ્ડર અગાઉ પણ જમીનના વિવાદોમાં સપડાયા હોવાનું જાણવા મળે છે. મુંબઈ આવકવેરા વિભાગની આ કાર્યવાહીએ સુરત અને દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આ દરોડાઓ દ્વારા કરોડોના જમીન સોદામાં કરચોરીની શંકા પર તપાસ કરવામાં આવી રહી છે.
જમીન-મોલમાં રોકાણની કાચી ચિઠ્ઠીઓ મળતા તપાસ આવી?
વારી એનર્જી ગૃપ ઉપર પડેલા ઇન્કમ ટેકસના દરોડા પાછળ સુરતમા કરેલા જમીન અને મોલના સોદા કારણભુત મનાય છે. જમીનના કેટલાક સોદાઓની ચિઠ્ઠીઓ તથા અન્ય કાગળો મળી આવતા તપાસ હાથ ધરાઇ હતી . સુરતમા એક જમીન અને મોલમાં કંપનીનું રોકાણ હોવાની શંકા છે. જેના પગલે સુરતના રાજેન્દ્ર અને મિતુલ તથા વલસાડના બિપીન નામના બિલ્ડરો ઇન્કમ ટેકસ વિભાગના રડારમા આવ્યા છે અને તેને ત્યાં તપાસ શરૂ કરાઇ છે.