ભાવનગરમાં સતત બીજા દિવસે આવકવેરાના દરોડા
ભાજપના આગેવાન અને બિલ્ડર તથા મુખ્ય બે ફાઇનાન્સરો, જ્વેલર્સ તથા વેપારીઓને ત્યાં બીજા દિવસે સર્ચ ઓપરેશન
ભાવનગરમા સોમવારથી આવકવેરા વિભાગે દરોડા અને સર્ચની કામગીરી શરૂૂ કરી હતી જે મોડી રાત સુધી ચાલુ હતી. આજે બીજા દિવસે પણ આવકવેરા વિભાગની કામગીરી ચાલુ છે. આવકવેરા ના દરોડામાં ભાજપના અગ્રણી , બિલ્ડરો, જવેલર્સ, સોપારીના વેપારી, ફાયનાન્સરોની 11 પેઢીઓના 32 સ્થળોએ 36 ટીમો તપાસ કરી રહી છે. ભાવનગરમાં આવકવેરાના સામૂહિક દરોડા થી બિલ્ડર લોબી સહિત આગેવાનોમાં હલચલ મચી ગઈ છે.ભાજપના અગ્રણી અને બિલ્ડર ગીરીશભાઈ શાહની સુમેરૂૂ બિલ્ડકોન પેઢી અને આતાભાઈ રોડ નજીકના બંગલો, ઓર્ચિડ બિલ્ડરની શિશુવિહારની ઓફિસ, બિલ્ડર કમલેશ શાહના આંબાવાડીના બંગલો, નઝીર કલીવાળાના શિશુવિહારના બંગલો, સિધ્ધિ વિનાયક બિલ્ડકોનના સંજય સોનાણીની શિવાંજલી બિલ્ડીંગ આતાભાઈ રોડ, બિલ્ડર પરેશ વ્યાસ ચિત્રા, જે.ડી.ઈન્ફાકોન બિલ્ડરના જે.ડી.પટેલ ઈસ્કોન મેગા સિટી, મહાબલ ફાયનાન્સ દાણાપીઠ, મહેતા વાડીલાલ જમનાદાસ એન્ડ કંપની દાણાપીઠ, ફાયનાન્સર ભરત વાડીલાલ દાણાપીઠ, આર.જે.ધોળકીયા પેઢી સિહોર અને નિસર્ગ બંગલો તથા સિહોરની પરાગ પરફ્યુમ્સ ફેક્ટરી ઓફિસ જયેશ ધોળકીયાના ઇસ્કોન સૌદર્યના બંગલો, સોની દ્વારકાદાસ વિરચંદ વાઘાવાડી રોડ શો-રૂૂમ અને આંબાવાડીના ગોકુલેશ બંગલો, સોપારીના વેપારી અને ડેન્ટોબેકના ડિલર સ્વસ્તિક સ્ટોર નાનભા શેરી દાણાપીઢ અને વાસુપુજ્ય ફ્લેટ કાળુભા રોડના સ્થળોએ આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે.
ભાવનગરના દરોડા ની કામગીરીમાં ભાવનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના સ્થળોના આવકવેરા વિભાગના 500થી વધુ કર્મચારીઓને દરોડા-સર્ચની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. 36 ટીમોએ 11 પેઢીઓ અને કુલ 32 સ્થળોએ તપાસ ચલાવી રહી છે. ભાવનગરના મુખ્ય બે ફાઇનાન્સરો ને ત્યાંથી મોટા જથ્થામાં વાંધાજનક ચિઠ્ઠીઓ અને અન્ય સાહિત્ય મળ્યું હોવાનું જાણવા મળેલ છે. ભાજપના મોટા માથા ગણાતા બિલ્ડરોને ત્યાં દરોડો પડતા ચકચાર મચી જવા પામી છે.