બિલ્ડર ગ્રૂપને ત્યાં ઈન્કમટેક્સની તપાસ પૂર્ણ, કરોડોનું હિસાબી સાહિત્ય જપ્ત
- સીલ કરેલા લોકર ખુલ્યા બાદ વધુ રોકડ મળવાની શક્યતા
રાજકોટના બિલ્ડરો ઓરબીટ અને લાડાણી એસોસીએઠ ગૃપના ભાગીદારો તેમજ બન્ને ગૃપ સાથે સંકળાયેલા અન્ય બિલ્ડરોના ઓફિસો-નિવાસ સ્થાનો અને સાઈટો મળી ત્રીસેક સ્થળે ચાર દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામા આવેલી તપાસ આજે સવારે પૂર્ણ થઈ ચે અને તમામ બિલ્ડરોને ત્યાંથી કરોડો રૂપિયાનું હિસાબી સાહિત્ય જપ્ત કરવામા આવ્યું છે.
તેમજ 18 જેટલા બેંક લોકર્સ સીલ કરવામા આવ્યા છે. ત્યારે કબ્જે કરાયેલા હિસાબી સાહિત્ય, લેપટોપ, પેનડ્રાઈવોની સ્કૂટીની દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી ઝડપાવાની શક્યતા છે.આ દરોડા દરમિયાન એક બિલ્ડરનો કુટુંબ અંકિત નામનો યુવક બેે નંબરી હિસાબોનું લેપટોપ લઈને નાશી ગયો હોવાની ચર્ચા હતી. અંતે આ લેપટોપ કબજે કરવામા ઈન્કમટેક્સ તંત્રને સફળતા મળતા જ આજે સવારથી તમામ સ્થળે તપાસ પૂર્ણ કરી અધિકારીઓનો કાફલો પરત ફર્યો હતોં.
ચાર દિવસ ચાલેલી આ તપાસમાં કેટલી કરચોરી ઝડપાઈ તે અંગે તંત્ર દ્વારા કોઈ સતાવાર જાહેરાત કરવામા આવી નથી. પરંતુ આ બિલ્ડર ગૃપો પાસે અંદાજે રૂા. બે હજાર કરોડના પ્રોજેક્ટો હાત ઉપર હોવાનું અને અંદાજે રૂા. 500 કરોડના બેનંબરી વ્યવહારો મળ્યાનું માનવામાં આવે છે.
આ તપાસ દરમિયાન બિલ્ડરોના વિવિધ પ્રોજેક્ટોમાં કેટલાક મોટા રોકાણકારો પણ ઈન્કમટેક્સ વિભાગના રડારમાં આવી ગયા છે. અને આગામી દિવસોમાં આવા ઈન્વેસ્ટરોને પણ નોટીસો મોકલવામાં આવે તેવી શક્યતા છે.
આ ઉપરાંત સીલ કરાયેલા લોકર્સ આગામી અઠવાડિયે ખોલવામાં આવનાર છે. તેમાંથી રોકડ કે ઝવેરાત મળવાની પણ શક્યતા દર્શાવાય છે.