For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોડાસામાં બિલ્ડર,ડોકટર અને વેપારીના 45 સ્થળે ઇન્કમટેક્ષ વિભાગના દરોડા

04:56 PM Sep 30, 2025 IST | Bhumika
મોડાસામાં બિલ્ડર ડોકટર અને વેપારીના 45 સ્થળે ઇન્કમટેક્ષ વિભાગના દરોડા

પ્રતિષ્ઠિત બિલ્ડરોની ઓફિસ તેમજ નિવાસ સ્થાને દરોડામાં 70થી વધુ ટિમો તપાસમાં જોડાઈ

Advertisement

મોડાસા શહેરમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્ષ વિભાગની 70થી વધુ ટિમો દ્વારા શહેરના અલગ અલગ જગ્યાએ 45 થી વધુ અગ્રણી બિલ્ડર,ડોકટર,અને વેપારીઓ ના ત્યાં સર્ચ ધરવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડતા બિલ્ડર્સ,ડોકટર,અને વેપારીઓ ફફડાટ મચી ગયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી.

મોડાસાની બિલ્ડર લાંબી ઉપર ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓએ દરોડાની કાર્યવાહી હાથ ધરતાં બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ ગયો છે. મોડાસાના પ્રતિષ્ઠિત ત્રણ બિલ્ડરોની ઓફિસ તેમજ નિવાસ સ્થાને દરોડા પાડી જરૂૂરી દસ્તાવેજોની તપાસણી કરી હતી. જે દરમ્યાન કરોડોનું કાળુ નાણું બહાર આવવાની સંભાવના ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓએ વ્યકત કરી છે. બિલ્ડરો અને વેપારીઓ દ્વારા સરકારની તિજોરીમાં ઇન્કમટેકસમાં ભરવાના નાણાં અન્ય સ્થળે રોકાણ કરી સરકારની તિજોરીને નુકસાન કરતા હોય છે.

Advertisement

પ્રતિષ્ઠિત ડેવલોપર્સની ઓફિસે તેમજ નિવાસ સ્થાને ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓ ગાડીઓના કાફલા સાથે આવી પહોંરયા હતા. ઇન્કમટેક્ષના અધિકારીઓએ જરૂૂરી દસ્તાવેજો, બેંક લોકર્સ તથા બેંક એકાઉન્ટની વિગત સહિતની અન્ય નાણાંકીય વ્યવહારોના હિસાબોની તપાસ શરૂૂ કરી છે. મોડાસાના બસસ્ટેન્ડ વિસ્તાર, માલપુર રોડ ઉપર આવેલા બિલ્ડરોની ઓફિસ તેમજ નિવાસસ્થાને ઇન્કમટેકસ વિભાગ ત્રાટકયું હોવાના સમાચાર વાયુવેગે શહેરભરમાં પ્રસરી જતાં અન્ય બિલ્ડરો પોતપોતાની ઓફિસોને તાળાં મારી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

ઇન્કમટેક્ષના અધિકારીઓએ અગ્રણી બિલ્ડરસ સાથે જોડાયેલ ડોકટર અને વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું છે. ઇન્કમટેકસ વિભાગે દરોડા પાડતાં આ સમાચાર વાયુવેગે શહેરભરમાં પ્રસરી ગયા હતા. પરીણામે મોટા ભાગના બિલ્ડરોએ પોતાની ઓફીસોના શટર પાડી દીધા હતા અને બિલ્ડરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દિવસભર ચાલેલી દરોડાની કાર્યવાહી દરમ્યાન મોટા વેપારીઓએ પણ દુકાનો બંધ કરી દીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement