સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબોની હડતાળ વચ્ચે દર્દીઓનો અવિરત ધસારો
04:38 PM Aug 16, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
સ્વતંત્રતા પર્વની રજાના કારણે આજે 1300 દર્દીઓ નોંધાયા ઓપીડીમાં
કોલકાતામાં મહિલા તબીબની હત્યાના પગલે દેશભરમાં ગુનેગારોને આકરી સજાની માંગ સાથે આંદોલનાત્મક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આજે શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ જુનિયર તબીબોએ અચોક્કસ મુદતની શરૂ કરેલી હડતાળને લીધે દર્દીઓ હેરાન થશે તેવી ધારણા હતી. પણ સિનિયર તબીબી સ્ટાફની રેગ્યુલર સેવા વચ્ચે આજે જુદાજુદા વિભાગમાં દર્દીઓની લાઇનો લાગી હતી. દરેક વિભાગમાં હાજર રહેલા તબીબી સ્ટાફને લીધે દર્દીઓએ વગર મુશ્કેલીએ સારવાર/દવા મેળવી છે. આધારભુત સુત્રોએ જણાવ્યું હતું કે સિવિલમાં રોજબરોજ 1000-1200 દર્દીઓની ઓપીડી નોંધાય છે. ગઇકાલની જાહેર રજાને કાણે માત્ર સોએક દર્દીઓના વધારા સાથે 1300 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાયા હતા.
Next Article
Advertisement