વ્રજ પેલેસ અતિથિ ભવન, સર્વોત્તમ બેન્કવેટ હોલનું વ્રજરાજકુમારજી દ્વારા ઉદ્ઘાટન
19 જુલાઈ 2024ના રોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં નૂતન અતિથિભવન તથા બેન્કવેટ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય અતિથિ રૂૂપે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
દેશ વિદેશના ભાવિકજનો જયારે આ આધ્યાત્મિક સંકુલમાં શ્રીપ્રભુ સાનિધ્યમાં નિવાસનો અલૌકિક લાભ મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરતાં આવ્યા છે અને એની સંખ્યમાં સતત વધારો થતાં સૌ ભાવિકજનોની સુવીધાર અર્થે નવનુતન અદ્યતન સુવિધા સાથે નવનુતન વ્રજપેલેસ અતિથિ ભવનનું વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. અદ્યતન સુવિધાઓથી સભર 20 કીડ્ઢીશિજ્ઞીત રૂૂમ નથા સ્યુટ સાથે પ્રજપલેસ અતિથિ ભવન દેશ - વિદેશના ભાવિકજનોને આધ્યાત્મિક સંકુલમાં શ્રીપ્રભુના સાનિધ્યમાં અલૌકિક નિવાસનો અવસર પૂરો પાડશે. મુખ્ય અતિથિ તરીકે આવેલા હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી દ્વારા વલ્લભાધીશ કી જય બોલાવી શરૂૂઆત કરી પુજ્ય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમાર જી મહોદય શ્રી ને કોટી કોટી વંદન કર્યા અને નાગરિકોને બે હાથ જોડીને વંદન કર્યા હતા, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો જણાવ્યું હતુ કે, ડોદરાથી વૈષ્ણવ સમાજ તથા અન્ય નાગરિકો માટે અઈ વોલ્વો બસ શ્રીનાથજી દર્શન કરવા વ્રજધામ સંકુલથી નીકળે તે માટેની વ્યવસ્થા નું એલાન કર્યુ હતું. ભવિષ્યમાં વૈષ્ણવ સમાજ અને સરકાર સાથે મળીને સમાજને બચાવવાનું કાર્ય કરીશું તેમ જણાવ્યું હતું.