રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં 20 કરોડના ખર્ચે બનેલ ‘ઉમાભવન’નું લોકાર્પણ

04:57 PM Oct 14, 2024 IST | admin
Advertisement

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના કાર્યાલયનો પણ પ્રારંભ: સિદસર ખાતે ડિસેમ્બર-2024માં ઉજવાશે સેવા શતાબ્દી મહોત્સવ

Advertisement

કડવા પાટીદાર આસ્થાનું કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્રારા થતા સામાજીક સેવાકીય પ્રવૃતિઓ માટે રાજકોટ ખાતે રૂૂા. 20 કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવન’ નું તા. 13 ઓકટોબર દશેરાના દિવસે મુખ્યદાતા જીવનભાઈ ગોવાણીના હસ્તે લોકાર્પણ થયું હતું.

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ સમાજ વ્યવસ્થાઓ તથા પાટીદાર સંસ્થાઓની ભૂમીકા અંગે વકતવ્ય આપ્યું હતું. ઉમિયા માતાજી મંદિર સિદસરના રાજકોટ કાર્યાલય તરીકે આધુનીક સુવિધા સભર રૂૂા. 20 કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવન’ નું લોકાર્પણ તથા દાતા સન્માન કાર્યક્રમમાં મુખ્ય દાતા જેઠીબેન ગોરધનભાઈ ગોવાણી પરિવારના જીવનભાઈ ગોવાણી તથા દિપકભાઈ ગોવાણી, પ્રાર્થનાહોલના દાતા લાભુબેન ડાયાભાઈ ઉકાણી પરિવારના સોનલબેન તથા મૌલેશભાઈ ઉકાણી, વહીવટી કાર્યાલયના દાતા મગનલાલ મોહનભાઈ ફળદુ (ટોટાવાળા) પરિવાર, શૈક્ષણિક પ્રવૃત્તિ ફલોરના ઓરપેટ ઓમની ઉચ્ચ શિક્ષણ સહાયક ટ્રસ્ટ-રાજકોટ, ઉતારા ફલોરના દાતા ધનજીભાઈ આણંદજીભાઇ માકાસણા (પૂર્વ ધારાસભ્ય), પ્રાર્થના હોલ વિંગ-5 દાતા સનહાર્ટ ગ્રુપ, મીટીંગ હોલના દાતા સ્વ ઠાકશીભાઇ નરશીભાઈ ધમસાણીયા પરિવાર, ટ્રસ્ટ ઓફિસના દાતા ફાલ્કન ગ્રુપના જગદીશભાઈ કોટડીયા, લીફટના દાતા ભૂપતભાઈ ભાયાણી પરિવારનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આગામી ડીસેમ્બરમાં યોજાનારા શ્રી સવા શતાબ્દી મહોત્સવ પૂર્વ રાજકોટ ખાતે ઉમાભવનનું લોકાર્પણ અને દાતાઓના સન્માન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરૂશોતમભાઇ રૂપાલાએ પ્રાસંગિક પ્રવચન ર્ક્યુ હતું.

પ્રાસંગીક ઉદ્બોધન કરતા ઉમિયા માતાજી સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યુ હતુ કે આગામી 2પથી 28 ડીસેમબર દરમ્યાન ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર શ્રી સવા શતાબ્દી મહોત્સવની સાથે-સાથે પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે રૂૂા. પ00 કરોડની ત્રીજી સમૃધ્ધી યોજના અમલી બનાવાય છે જે અંતર્ગત ઉમિયા ધામ સિદસર ખાતે રૂૂા. 60 કરોડ, રાજકોટના ઇશ્વરીયા ખાતે શૈક્ષણીક પ્રોજેકટ માટે રૂૂા. 125 કરોડ, રાજકોટમાં ગોવાણી કુમાર છાત્રાલયના નવનિર્માણ માટે રૂૂા. 40 કરોડ તથા અમદાવાદમાં 1000 દિકરા-દિકરીઓ માટે છાત્રાલય નિર્માણ માટે રૂૂા. 1રપ કરોડના કાર્યો થશે. ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ શ્રી સવા શતાબ્દી મહોત્સવ થકી પાટીદાર સમાજને એક છત્ર હેઠળ લાવી સહીયારા પુરૂૂષાર્થ થકી સમાજ ઉપયોગી પ્રવૃત્તિની કેડી કંડારવા આહવાન કર્યુ હતુ.

ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ ઉમાભવનના દાતાઓની દિલેરીને બિરદાવતા કહયુ હતુ કે પૈસાના ત્રણ પ્રકાર છે. પૈસા વેડફવા, પૈસા વાપરવા, અને પૈસાને વાવવા આ તમામ માં પૈસાને દાન દ્વારા ’વાવી’ સહભાગી થનાર દાતાઓ ઉતમ સમાજ વ્યવસ્થામાં મદદરૂૂપ બને છે તેમ જણાવ્યુ હતુ. પાટીદાર સમાજમાં સમૃધ્ધિ યોજનાના વિચારને 1999 માં અમલી બનાવનાર પૂર્વ કલેકટર અને ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી બી.એચ.ધોડાસરા એ સામાજીક, શૈક્ષણીક, આરોગ્યલક્ષી, સેવાકીય, પ્રવૃત્તિ માટે સમૃધ્ધિ યોજનાનું મહત્વ સમજાવ્યુ હતુ, ઉમા ભવનના મુખ્યદાતા જીવનભાઈ ગોવાણી એ જણાવ્યુ હતુ કે નાનપણમાં માતા જેઠીબેન ગોવાણીની શીખ તેમના માટે પ્રેરણારૂૂપ બની હતી કે ’કુંવા માંથી જેટલું પાણી ઉલેચશો તેટલું નવું આવશે’ બસ ત્યારથી જીવનભાઈ તથા ગોવાણી પરિવાર તેમની સંપતિ સમાજ ઉપયોગી કાર્યોમાં દાન કરે છે.

ઉમિયાધામ સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ એ લોકાર્પણ તથા દાતા સન્માન સમારોહમાં સ્વાગત પ્રવચનમાં ડીસેમ્બર-2024, માં ઉમિયાધામ ખાતે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવની માહીતી આપી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ચીમનભાઈ શાપરીયા, અરવિંદભાઈ પટેલ, નંદલાલભાઈ માંડવીયા, નાથાભાઇ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, તથા આભારવિધિ ટ્રસ્ટી રમેશભાઈ રાણીપા એ કરી સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થા ઉમિયા પરિવાર મહિલા સંગઠન પ્રમુખ સરોજબેન મારડીયા, મનસુખભાઈ કાલરીયા, ઓધવજીભાઈ ભોરણીયા, બ્રિજેશ રોજીવાડીયા, અતુલ દેત્રોજા, પીયુષ સીતાપરા સહીતની ટીમે સંભાળી હતી.

Tags :
20 croresbuilt at a cost of 20gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement