ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સરદાર પટેલ કલ્ચરલ ફાઉ.માં કાલે રીડિંગ રૂમનું ઉદ્ઘાટન

04:00 PM Jul 31, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોને મળશે લાભ, કુલપતિ ડો.કમલસિંહ ડોડિયા ખુલ્લો મુકશે

Advertisement

શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે અદ્યતન સુવિધાસભર રીડિંગ રૂૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે 1 ઓગસ્ટના રોજ આ રીડિંગ રૂૂમનું ઉદઘાટન કરવામાં આવનાર છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં જીપીએસસી, યુપીએસસી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતની વર્ગ-1, 2 અને 3ના સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. આ તાલીમ વર્ગોમાંથી તાલીમ લઈને અત્યાર સુધીમાં અનેક યુવાનોએ વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવી છે. ત્યારે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે 100થી વધુ વિદ્યાર્થીઓ એક સાથે બેસીને વાંચન કરી શકે તેવા અતિઆધુનિક સુવિધાસભર રીડિંગ રૂૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી તારીખ 1 ઓગસ્ટના રોજ બપોરે 3 થી 4-30 કલાકે આ રીડિંગ રૂૂમનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. કમલસિંહ ડોડિયા પોતાના વરદ હસ્તે રીડિંગ રૂૂમને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ચેરમેન નરેશભાઈ પટેલ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ પરસાણા સહિતના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, મહેમાનો, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે.

મહત્વનું છે કે, આ નવનિર્મિત રીડિંગ રૂૂમનો લાભ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો લઈ શકશે. રીડિંગ રૂૂમમાં ફ્રી વાઈફાઈ, લોકર, આરામદાયક ખુરશી, એસી સહિતની અતિઆધુનિક સુવિધા મળશે. આ રીડિંગ રૂૂમનો લાભ સર્વ સમાજના યુવાનો લઈ શકશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsreadingroomopeningsardarpatel
Advertisement
Advertisement