રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિંછિયામાં મુખ્યમંત્રીના હસ્તે 377 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

12:37 PM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે રૂૂ. 337.06 કરોડના સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ-9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.વિંછીયાના માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં જંગી મેદનીને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને, તેમના માટે યોજના બનાવીને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ પ્રયત્નશીલ છે. અમૃત કાળમાં દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ માટે મુખ્ય ચાર જાતિઓ - ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ - નક્કી કરી છે. ગુજરાતના બજેટમાં પણ આ ચાર જાતિઓના સર્વાંગી વિકાસ માટે અગ્રતા આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, આજનો આ અવસર આ ચાર જાતિઓને વિકાસની નવી દિશા આપતો બહુવિધ વિકાસનો અવસર છે. આજે 214 દિવ્યાંગોને રૂૂ. 28.93 લાખની સાધન સહાય, વિચરતી જાતિના 133 લાભાર્થીને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ એ સરકારની ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે. આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમ થકી રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે નવ કરોડનું નવું આઈટીઆઈ ભવન યુવા વિકાસની આપણી નેમ છે. સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ 9નું કામ રૂૂ.181 કરોડના ખર્ચે હાથ ધરવાની, ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. જ્યારે રૂૂ.139 કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો, એ આ વિસ્તારની માતા બહેનોની-નારી શક્તિની પાણીની પીડા ભાંગવાનો પ્રયત્ન છે. વડાપ્રધાનએ વિકસાવેલી કાર્યપદ્ધતિ જે બોલવું એ કરવું તે સિદ્ધાંત પ્રમાણે ગુજરાત સરકાર કાર્ય કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, એક ભારત, શ્રેષ્ઠ ભારત ની સંકલ્પનાને સાર્થક કરવા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખી થવાની કાર્યપધ્ધતિ સાથે જનતાને કોઈ તકલીફ ન પડે તેવી રીતે કામો કરવામાં આવી રહ્યા છે. તમારા વિસ્તારની તકલીફો અને વિકાસ માટે જરૂૂરી કામોની વિગતો સરકાર સુધી પહોંચાડવાનું આહવાન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નાગરિકોના પ્રશ્નોના ઉકેલ લાવીને તેને પૂરા કરવાની અમારી નેમ છે.

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, જસદણ-વિંછીયા પંથકને 337 કરોડના વિકાસકામોની ભેટ મળી રહી છે, તે આપણા માટે આનંદની વાત છે. આ પંથકના લોકોને વર્ષોથી પીવાના-સિંચાઈના પાણીની ઝંખના હતી. જેને દૂર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ લઈને સૌની યોજના શરૂૂ કરાવી હતી. જેના થકી હવે આ વિસ્તારમાં પીવા-સિંચાઈના પાણીની સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, સૌની યોજના એ સૌરાષ્ટ્ર માટે નવા ભાગ્યનું અવતરણ છે. આજે લોકાર્પિત તેમજ ખાતમુહૂર્ત થયેલા વિકાસ કામોની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, સૌની યોજનાની લિન્ક 1થી 4ના વિવિધ કામો થકી સૌરાષ્ટ્રની ધરતી હરિયાળી બની છે તેમજ ખેડૂતો પણ સમૃદ્ધ બનવા લાગ્યા છે. આ યોજના થકી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને સિંચાઈ તથા પીવાનું પાણી ઉપલબ્ધ થવા લાગ્યું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિચરતી વિમુક્ત જાતિના 133 પરિવારોને રહેણાંકના હેતુ માટે જમીનની સનદ આપવામાં આવી હતી. જ્યારે 214 જેટલા દિવ્યાંગોને રૂૂ. 28.94 લાખના ખર્ચે 18 પ્રકારના 372 સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ રિમોટથી વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્તનાં કામોની તકતીનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રી, મંત્રી તેમજ અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. કાર્યક્રમની શરૂૂઆતમાં મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રીનું મિલેટની ટોપલી, હળ, શાલ, પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવીણાબેન રંગાણી, અગ્રણી ભરતભાઈ બોધરા, કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, રાજકોટ અધિક કલેકટર ડી.જે.વસાવા, સૌની યોજના ચીફ એન્જિનીયર એચ.યુ.કલ્યાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણી અલ્પેશભાઈ ઢોલરીયા, અશ્વિનભાઈ સાંકળીયા, ભાવેશભાઈ વેકરીયા, અનિલભાઈ મકાણી સહિતના સ્થાનિક આગેવાનો, જસદણ - વીંછિયા પંથકના સંતો - મહંતો, ખેડૂતો, સ્થાનિક અગ્રણીઓ તેમજ લોકો બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આજે વિંછીયામાં કુલ મળીને રૂૂ. 337.06 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ-9ના રૂૂ.181 કરોડના કામો, અને ભાડલા તથા વિંછીયા ગ્રૂપ સુધારણા જૂથ પાણી પૂરવઠા યોજનાના 139 કરોડના કામોના ખાતમુહૂર્ત સામેલ છે. ઉપરાંત ઘેલો નદી પર રૂૂ.5.15 કરોડના ખર્ચે બનેલ મેજર બ્રિજ, આટકોટમાં રૂૂ. 2.11 કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડ, વિંછીયા ખાતે રૂૂ. 9.01 કરોડના ખર્ચે નિર્મિત નવી આઈ.ટી.આઈ.ના લોકાર્પણનો સમાવેશ થાય છે.

Tags :
CM Bhupendra Patelgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement