For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટ પાસે ઇનાવો કાર પલટી, RK યુનિ.ના 3 છાત્રના મોત, 8ને ઇજા

12:29 PM Sep 06, 2025 IST | Bhumika
આટકોટ પાસે ઇનાવો કાર પલટી  rk યુનિ ના 3 છાત્રના મોત  8ને ઇજા

રાજકોટથી કાર ભાડે કરી દ્વારકા જવાનું કહી દીવ જતા રસ્તામાં નડેલો અકસ્માત, ચારની હાલત ગંભીર

Advertisement

ત્રણેય છાત્રોના મૃતદેહો રાજકોટ સિવિલ ખાતે લવાયા, વતન આંધ્રપ્રદેશ અને તેલંગણા રહેતા મૃતકના પરિવારને જાણ કરાઇ

રાજયમા રોજ બરોજ અકસ્માતની ઘટનાઓ બનતી જાય છે અને આવી અકસ્માતની ઘટનામા નિર્દોષ લોકોનો જીવ જતો હોય છે . ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટ - ભાવનગર હાઇવે પર આવેલા આટકોટ પાસે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામા કારનો બુકડો બોલી ગયો હતો . અને કારમા બેઠેલા આરકે યુનિવર્સીટીનાં 3 વિધાર્થીઓનાં ઘટના સ્થળે મોત નીપજયા હતા. જયારે ઘવાયેલા 8 વિધાર્થીઓને સારવાર માટે અલગ અલગ હોસ્પીટલમા રીફર કરવામા આવ્યા છે. તેમજ અકસ્માતમા ઘવાયેલા 4 ની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહયુ છે . અકસ્માતની ઘટના 3 મૃતકોનાં મૃતદેહ રાજકોટ સિવીલ હોસ્પીટલે લાવવામા આવ્યા હતા. આ મામલે હાલ આટકોટ પોલીસ તપાસ ચલાવી રહી હોવાનુ જાણવા મળી રહયુ છે.

Advertisement

વધુ વિગતો મુજબ આજે વહેલી સવારે રાજકોટ - ભાવનગર હાઇવે પર આવેલા આટકોટ પાસે ઇનોવા કાર પલ્ટી ખાઇ જતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમા સવાર આરકે યુનિવર્સીટીમા અભ્યાસ કરતા 3 વિધાર્થીઓનાં કરુણ મોત નીપજયા હતા . મૃતકોમા આંધ્રપ્રદેશનાં નરેશ સુબારાવ અને તેલંગાણાનાં વતની મોથીહરસા અને આફ્રીન સાયદ હોવાનુ જાણવા મળી રહયુ છે . તેમજ ત્રણેયની ઉંમર 19 વર્ષની હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે. આ અકસ્માતની ઘટનામા ઇનોવા કારમા કુલ 11 થી 1ર વિધાર્થી મુસાફરી કરતા હોવાનુ જાણવા મળ્યુ છે . તેમજ ઘવાયેલા 8 લોકોને સારવાર માટે અલગ અલગ હોસ્પીટલમા રીફર કરવામા આવ્યા છે. તેમજ 4 ની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહયુ છે.

પોલીસ સુત્રોમાથી મળતી માહીતી મુજબ ત્રંબા પાસે આવેલી આરકે યુનિવર્સીટીમા અભ્યાસ કરતા વિધાર્થીઓ રાજકોટથી કાર ભાડે લઇ દ્વારકા જવાનુ કહી નીકળ્યા હતા પરંતુ આ વિધાર્થીઓ દીવ તરફ જતા હોવાનુ જાણવા મળ્યુ છે . અને અકસ્માતમા મૃત્યુ પામેલા વિધાર્થીઓનાં વતન આંધ્રપ્રદેશ અને તેલંગાણામા રહેતા પરીવારજનોને બનાવ અંગેની જાણ કરવામા આવતા તેઓ રાજકોટ આવવા માટે રવાના થયા છે . આ અકસ્માતની ઘટનામા આટકોટ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. તેમજ અકસ્માતની ઘટના અંગે ત્રંબા પાસે આવેલી આરકે યુનિવર્સીટીનાં સંચાલકોને પણ અકસ્માત અંગેની જાણ કરવામા આવી હતી.

કારનો બુકડો બોલી જતા પતરા કાપી વિધાર્થીઓને બહાર કઢાયા
આટકોટના જંગવડ પાસે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતની ઘટનામાં ત્રંબા પાસે આવેલી છે.આર કે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે.ઇનોવા કાર પલટી ખાઈ જતા કારનો બુકડો બોલી ગયો હતો.ત્યારે તેમાં બેઠેલા મૃત્યુ પામેલા ત્રણ વિધાર્થી અને અન્ય ઇજાગ્રસ્તોને કારના પતરા કાપી મહામહેનતે બહાર કઢાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement