ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેરમાં ટ્રકચાલકે બાઈકને ઉલાળતા મિત્રની નજર સામે જ યુવકનું મોત

12:46 PM Feb 24, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતા બે મિત્રો બાઈક લઈને પેટ્રોલ પુરાવા જતા હતા ત્યારે વાંકાનેર પુલ ઉપર ટ્રક ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું મિત્રની નજર સામે જ કરું મોત નીપજ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસ લમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતા આકાશ રણછોડભાઈ સારલા (ઉ.વ.19) અને તેનો મિત્ર અજય હર્ષદભાઈ દલસાણીયા (ઉ.વ.22) બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બાઈક લઈને પેટ્રોલ પુરાવા માટે જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર પુલ પર પહોંચતા ટ્રક ચાલકે બાઇકને ઠોકડે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકને વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક યુવાનનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક આકાશ સારલા બે ભાઈમાં મોટો હતો અને મજૂરી કામ કરે હતો અને મિત્ર અજય દલસાણીયાને બાઇક પાછળ બેસાડી પેટ્રોલ પુરાવા જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ તપાસનો દોર લંબાવ્યો છે.

Tags :
accidentdeathgujaratgujarat news
Advertisement
Advertisement