For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં વિશ્ર્વામિત્રીમાં મહાકાય મગરે મહિલાને પાણીમાં ખેંચી જઇ ફાડી ખાધી

04:42 PM Oct 14, 2024 IST | admin
વડોદરામાં વિશ્ર્વામિત્રીમાં મહાકાય મગરે મહિલાને પાણીમાં ખેંચી જઇ ફાડી ખાધી

શહેર મધ્યે કાલાઘોડા નજીકની ઘટના, ફાયર બ્રિગ્રેડ પહોંચ્યું છતાં બચાવી ન શકયું

Advertisement

વડોદરાની વિશ્વામિત્રીમાં અજાણી મહિલાનો મગરે શિકાર કર્યાની ઘટના સામે આવી છે. જેમાં કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પાસે મહિલાને મગર મોંમાં ખેંચીને લઇ જતાં સ્થાનિક લોકો જોઈ જતા ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીમાં રહેલા મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં ફાયરની રેસ્ક્યૂ ટીમને પણ પરસેવો વળી ગયો હતો. કારણ કે, મહિલાના મૃતદેહની આસપાસ ચારથી પાંચ મગરો આટા મારી રહ્યા હતા.

ભારે જહેમત બાદ મગરના મોમાંથી મહિલાને છોડાવી: ફાયર ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આ બનાવ અંગે 14 ઓક્ટોબરની સવારે 8:00 વાગ્યે કંટ્રોલ એન્ડ કમાન ખાતે કોલ મળ્યો હતો. શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજ ખાતે એક મહિલાને મગર ખેંચીને લઈ જતો હોવાની વાત કરતા જ દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાલાઘોડા બ્રિજથી 100 મીટર દૂર ઘટના બની હતી. ફાયર વિભાગે અડધો કલાકની ભારે જહેમત બાદ મગરના મોમાંથી મહિલાને છોડાવી હતી અને પોલીસને જાણ કરી હતી.

Advertisement

મહિલાની ઉંમર 45થી 50 હોવાનો અંદાજ: મનોજ સીતાપરા રેસ્ક્યૂની કામગીરી કરવા ગયેલા ફાયરમેન મનોજ સીતાપરાએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળે લોકો એકઠા થયા હોવાથી મગર મહિલાની બોડીને લઈને અંદર જતો રહ્યો હતો. આસપાસ બીજા પણ મગર હતા. અડધો કલાકની ભારે જહેમત બાદ મગર પાસેથી મહિલાને છોડાવી હતી અને મૃતદેને બહાર કાઢ્યો હતો. મહિલાની આશરે ઉંમર 45થી 50 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અમે પોલીસને જાણ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement