ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિસાવદરમાં ગત ચૂંટણી કરતા 6.88% મતદાન વધ્યું, કુલ 56.89%

12:40 PM Jun 20, 2025 IST | Bhumika
Advertisement

સવારે 4 કલાકમાં 28.11 ટકા પડી ગયા, બપોરે 11 પછી 7 કલાકમાં ફકત 28.74 ટકા મતો માંડ પડ્યા

Advertisement

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગુરૂૂવારે સવારે 7 વાગ્યાથીજ મતદારોની લાઇનો લાગવા માંડી હતી. ઘણુંખરું બપોર સુધીમાં મોટાભાગના લોકોએ પોતપોતાના બુથ પર જઇને મતાધિકારનો ઉપયોગ કરી લીધો હતો. બપોર બાદ જોકે મતદાનની ગતિ ધીમી પડી ગઇ હતી. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56.89 ટકા મતો પડ્યા હતા.

આ બેઠકમાં કુલ 2,61,110 મતદારો પૈકી 82,932 પુરૂૂષ અને 65,612 સ્ત્રીઓ મળી કુલ 1,48,545 મતદારોએ મતદાન કર્યું હતું. જે ગત 2022 માં યોજાયેલી ચૂંટણી કરતાં 6.88 ટકા વધુ છે. મતદાન સવારે શરૂૂ થતાંજ સવારે 7 થી 11 દરમિયાન 4 કલાકમાંજ 28.11 ટકા મતો પડી ગયા હતા. એ પછી 11 થી સાંજે 6 સુધીમાં 7 કલાકમાં 28.74 ટકાજ મતો પડ્યા હતા.આમ મોટાભાગના મતો સવારેજ પડી ગયા હતા. જેમાં સૌથી વધુ 9 થી 11 વચ્ચે 2 કલાકમાંજ 16.05 ટકા મતદાન થયું હતું.

મતદાન બાદ બંને પક્ષોએ પોતપોતાની રીતે જીતના દાવા કર્યા હતા. એકાદ બે ઘટનાઓને બાદ કરતાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. અત્રે નોંધનીય છેકે, ગત 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને 66,210 અને તેની સામે ભાજપના હર્ષદ રીબડીયાને 59,147 મત મળ્યા હતા. આ વખતે બંને ભાજપમાં ભળી ગયા હોઇ ભાજપનું કામ કર્યું હતું.

જે કમીટેડ મતો હતા એ તો સવારે 7 થી 11 દરમિયાનજ પડી ગયા. જેની ટકાવારી 28.15 રહી. પછી તો ઉમેદવારો અને સ્થાનિક કાર્યકરોએ પોતાની તાકાત પર જ મતદારોને શરમાવીને પણ ખેંચી લાવવાના હતા. 23 જુને પરિણામ શું આ વે છે એના પર ઘણા રાજકીય સમીકરણો મંડાવાનાં છે. વિસાવદરની ચૂંટણીમાં મુખ્ય જંગ ભાજપ અને આ પ વચ્ચે જ હતો.

એમાં ભાજપના વિરોધી હોય એવા મતોને કોંગ્રેસે એ મ કહીને તોડ્યા કે ગોપાલ ઇટાલીયા ભાજપની બી ટીમ છે. ઇટાલીયા સ્વઘોષિત ઉમેદવાર છે. જો એ જીતે ખુદ આમ આદમી પાર્ટીમાં જ એ આપખુદશાહી ચલાવે એ આપના બીજા આગેવાનોને પોષાય એ મ નથી.

નવા વાઘણિયામાં બોગસ વોટીંગની ના પાડતા પ્રીસાઇડીંગ ઓફિસરને થપ્પડ પડી

આ અંગેની વધુ વિગત મુજબ ભેંસાણ તાલુકાના નવા વાઘણીયામાં ગઇકાલે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મતદાન થયું હતું. 293 મતદારો ધરાવતા આ બુથમાં બપોર સુધી બધું વ્યવસ્થિત ચાલ્યું હતું. ચારેક વાગ્યા બાદ ભાજપના 10-15 કાર્યકરો છ સાત કારમાં નવા વાઘણીયાના મતદાન મથક પર ગયા હતા. જ્યાં ત્યાં સુધીમાં 200 જેટલા મતદારોનું મતદાન થઈ ગયું હતું. ત્યારે ભાજપના 10-15કાર્યકરો ત્યાં આવ્યા હતા અને બોગસ મતદાન કરવા વાત કરી હતી ત્યારે પ્રિસાઈડીંગ ઓફિસરે હાથ જોડી ના પાડી હતી આથી ત્યારે આ લોકો જતા રહ્યા હતા. થોડીવાર બાદ ફરી આવ્યા હતા અને બોગસ મત નાખવા પ્રયાસ કર્યો હતો પણ પ્રિસાઈડીંગ ઓફિસરે બોગસ મત નાખવા ના પાડતા આ કાર્યકરોએ પ્રિસાઇડીંગ ઓફિસરને થપ્પડ મારી હતી. સામે પ્રિસાઈડીંગ ઓફિસરે પ્રતિકાર કર્યો હતો અને સી.યુ. બંધ કરી પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી ત્યાં સુધીમાં આ કાર્યકરો જતા રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsVisavadarVisavadar electionVisavadar newsVoting
Advertisement
Next Article
Advertisement