For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિસાવદરમાં સિંહણે જડબામાં દબોચી લીધેલી બાળાએ એક આંખ ગુમાવી

12:15 PM Sep 05, 2024 IST | Bhumika
વિસાવદરમાં સિંહણે જડબામાં દબોચી લીધેલી બાળાએ એક આંખ ગુમાવી
Advertisement

વિસાવદરના ખોડીયાર પરામાં ગત તા. 31 ઓગસ્ટની વહેલી સવારે વાડીના મકાનના ધાબા ઉપર સુતેલા પરિવારની 8 વર્ષીય બાળાનું માથું સિંહણ જડબામાં દબાવીને લઈ જવાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બાળાને સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને વધુ સારવારની જરૂર લાગતા રાજકોટ અને ત્યાંથી બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં બે દિવસની સારવાર બાદ આજે બુધવારે સવારે 9:30 વાગ્યાના અરસામાં તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ સિંહણના જડબાની મજબૂત પકડ અને દાંત બાળાના ચહેરામાં ઊંડા ખુંચીજવાથી નસ કપાઈ જતા તેને ડાબી આંખની રોશની હંમેશને માટે ગુમાવવી પડી છે.

ઘટનાના દિવસે સિંહણના જડબાની મજબૂત પકડમાંથી દીકરીને છોડાવેલી દીકરીનો અમદાવાદમાં ઓપરેશન કરાયું પરંતુ તેની આંખની નસ કપાઈ જતા તે હંમેશને માટે એક આંખથી જોઈ નહીં શકે તેનું દુ:ખ વધારે છે. દીકરીની સારવાર માટે જુનાગઢથી રાજકોટ સિવિલમાં મોકલી દેવામાં આવ્યાં. જ્યાંથી 2 રૂપિયા કિ.મી. લેખે 1000 રૂપિયાનું એમ્બ્યુલન્સ ભાડું ચૂકવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છીએ. અહીં ઓપરેશન સહિતની સુવિધા સારી મળી પરંતુ દવા-રિપોર્ટ માટે 10,000થી વધુનો ખર્ચો સગા સંબંધી પાસેથી ઉધાર લઈને કરવો મારા જેવા નબળા માણસ માટે અઘરો છે.

Advertisement

વન અધિકારી વિક્રાંતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બુધવારે બાળકીનું ઓપરેશન થયું ત્યાં સુધી સતત તેના પિતા સાથે સંપર્કમાં હતા.બાળાની સારવાર પૂરી થયે મેડિકલ રિપોર્ટના આધારે પરિપત્ર અનુસાર નીતિ નિયમ મુજબનું વળતર ભોગ બનનારને ચૂકવવામાં આવશે. વન્ય પ્રાણીના હુમલાના સંદર્ભમાં થયેલા પરિપત્ર મુજબ વળતર અંગેની અલગ અલગ વ્યાખ્યાઓ છે જે ચકાસીને વન વિભાગ તરફથી વળતર ચૂકવવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement