વિરપુરમાં હપ્તાના રૂપિયા મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ વખ ઘોળ્યું
વિરપુરમાં રહેતા યુવાને બેંક લોનના હપ્તા માટે રાખેલા રૂા.1500 પત્નીએ વાપરી નાખ્યા હતાં. જે મુદ્દે દંપતિ વચ્ચે બોલાચાલી થયા બાદ પત્નીએ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વીરપુરમાં રહેતી સંગીતાબેન રાજુભાઈ વલોડીયા નામની 34 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં સંગીતાબેનના પતિએ બેંકમાંથી લીધેલી લોનના હપ્તાના રૂપિયા 1500 સંગીતાબેને વાપરી નાખ્યા હતાં. જે મુદ્દે દંપતિ વચ્ચે રકજક થતાં સંગીતાબેને પગલું ભર્યુ હતું.
આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના ગુંદાસરા ગામે રહેતા વિશાલ જમનાદાસભાઈ ભલાણી (ઉ.30)એ ગૃહકલેશથી કંટાળી પડવલા ગામે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.