વાવડીમાં પતિની પૂર્વ પત્નીએ પેટમાં પાટા મારતા સગર્ભાને ગર્ભપાત થઈ ગયો
ઝેર પીવડાવી, ચૂંદડીથી ફાંસો આપતાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો ’તો : બાળકનું મોત ઝેરથી કે પાટા મારવાથી ? ગર્ભનું ફોરેન્સિક પી.એમ.
શહેરના 150 ફુટ રીંગ રોડ પર પુનિતનગર પાસે આવેલા વાવડી ગામે રહેતા યુવકે તેની પૂર્વ પત્નીને છુટાછેડા આપ્યા બાદ અન્ય યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતાં. જેનો ખાર રાખી પૂર્વ પત્નીએ ઘરે આવી યુવકની હાલની સગર્ભા પત્નીને બળજબરીથી ઝેરી દવા પીવડાવી તેના પેટમાં રહેલા સંતાનને મારી નાખવા પેટમાં પાટા મારી ચુંદડીથી ગળેફાંસો આપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બનાવમાં સારવારમાં ખસેડાયેલી સગર્ભાને ગઈરાત્રે ગર્ભપાત થઈ ગયો હતો. જેથી પોલીસે ગર્ભમાં રહેલા બાળકનું મોત ઝેર પીવડાવવાથી થયું કે ? પેટમાં લાતો મારવાથી ? તે અંગે જાણવા ગર્ભને ફોરેન્સીક પી.એમ.માં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ વાવડીમાં મહાદેવ ફલોર મીલ પાસે રહેતાં મંજુલાબેન કાંતિભાઈ સુંદરવા (ઉ.વ.48)ની ફરિયાદ પરથી શાપર રહેતી નીકીતા નાનજીભાઇ દવેરા વિરૂૂધ્ધ ગત 31મીએ તાલુકા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. નિકીતા હાલ જેલહવાલે છે. મંજુલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પતિ સાથે રહુ છુ અને બે દિકરા છે. જેમાં મોટો દિકરો જીત તેની પત્નિ ચાર્મી સાથે આવકાર સીટી ફ્લેટ નં. 404માં 5 વાડેથી રહે છે. જીતે સાતેક મહિના પહેલા જ ચાર્મી સાથે કોર્ટમેરેજ કર્યા છે. હાલ ચાર્મીના પેટમાં પાંચેક માસનો ગર્ભ છે. ગત તા.31ના સાંજે આઠેક વાગ્યે ચાર્થીએ મને ફોન કર્યો હતો. તે સખત ગભરાઈ ગઈ હોય તેવો અવાજ હતો. તેણીએ કહેલું કે હું ઘરે એકલી હતી ત્યારે નિકીતારએ આવી મને ઝરી પાવડર પીવડાવી દીધો છે. આથી હું અને મારા પતિ તુરત જીતના ઘરે પહોંચ્યા હતાં અને ચાર્ગીન 108 બોલાવી હોસ્પિટલે ખસેડી હતી. ચાર્ચએ વાત કરી હતી કે નિકીતાએ આવીને તું કેમ જીત સાથે રહેવાની ના પાડી છતાં રહે છે? તેમ કહી ઢીકાપણ માર્યા હતાં અને ગાળો દીધી હતી તેમજ ચુંદડીથી ગળાફાંસો આપવાનો પ્રયણ કરતાં ધક્કો દઈ પછાડી પેટમાં પાટા મારી દીધા હતાં.
મેં તેને મારા પેટમાં ગર્ભ છે તેમ કહેતાં નિકીતાએ હવે તારા ગર્ભમાં રહેલા બાળકને જ મારી નાખવુ છે કહી વધુ પાટા માર્યા હતાં. જેથી હું પડી ગઈ હતી ત્યારબાદ તેણે પરાણે મારુ મોઢુ પકડી ગ્લાશમાં ઝેરી પાવડર નાખી મને પીવડાવી દીધુ છે. નિકીતા કહેતી હતી કે તેને અને તારા બાળકને મારી જ નાખવુ છે.
આ વાત પુત્રવધુ ચાર્મીએ અમને કરતાં અમે તેને સારવાર માટે લઈ ગયા હતાં. તાલુકા પીઆઈ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઈ એલ.બી. ડીડોર, કિરીટભાઈ રામાવતે હવાની કોશિષનો ગુનો નોંધી નિકીતાને ઝડપી લીધી હતી જે હાલ જેલ હવાલે દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી ચાબિન સુંદરવાને રાતે અચાનક ગર્ભપાત થઈ જતાં આ મૃત અલ્પવિકસીત બાળકને તાલુકા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી હતી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.