ગાંધીનગરના વાસણા સોગઠીમાં એકસાથે 8 અર્થી ઉઠતાં ગામમાં કાળો કલ્પાત, આખું ગામ હિબકે ચડ્યું, જુઓ વિડીયો
ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ગઈ કાલે બપોરે ગણેશવિસર્જન સમયે 8 લોકો ડૂબી જતાં તેમના મોત નીપજ્યા હતા. વાસણા સોગઠીના મોટાવાસમાં રહેતાં ચૌહાણ અને સોલંકી પરિવારના 8 લોકોના મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ત્યારે આજે વાસણા સોગઠીના મોટા વાસ ખાતેથી એકસાથે 8 લોકોની અર્થી ઉઠતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. નાનકડા ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવાં દૃશ્યો સામે આવ્યા હતા.
દહેગામના વાસણા સોગઠી ગામે મોટા ફળિયા વિસ્તારમાં રહેતા લોકો મેશ્વો નદીમાં ગઈ કાલે બપોરના સમયે વિસર્જન કરવા ગયા હતા. જ્યાં ન્હાવા પડેલા 9 લોકો પૈકી 8 લોકો ડૂબી જતાં મોત નીપજ્યાં હતા. તરવૈયાઓ દ્વારા આઠેયના મૃતદેહને બહાર કાઢી દહેગામ અને રખીયાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને તેઓનાં પરિજનોને સોંપવામાં આવ્યા હતા.
ગઈ કાલે બપોરે ચૌહાણ અને સોલંકી પરિવારના એકસાથે 8 લોકોના મોત થતાં જ પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. રાત્રિના સમયે તમામની પીએમની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ એકસાથે સાથે આઠ લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. એકસાથે 8 લોકોની અર્થી ઉઠતાં આખું ગામ હિબકે ચડ્યું હતું.
મૃતકોનાં નામ
વિજયસિંહ હાલુસિંહ સોલંકી (ઉવ. 30 વર્ષ)
રાજકુમાર બચુસિંહ ચૌહાણ (ઉવ. 28 વર્ષ)
જશપાલસિંહ દિલિપસિંહ ચૌહાણ (ઉવ. 23 વર્ષ)
પૃથ્વીસિંહ દલપતસિંહ ચૌહાણ (ઉવ. 20 વર્ષ)
ચિરાગકુમાર પ્રકાશસિંહ ચૌહાણ (ઉવ. 19 વર્ષ)
ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ ચૌહાણ (ઉવ. 18 વર્ષ)
યુવરાજસિંહ પ્રવિણસિંહ ચૌહાણ (ઉવ. 17 વર્ષ)
સિદ્ધરાજ ભલસિંહ ચૌહાણ (ઉવ. 17 વર્ષ)