For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે દાયકામાં રંગીલા રાજકોટમાં અનેક પ્રોજેકટ થયા ધમધમતા

04:23 PM May 31, 2025 IST | Bhumika
બે દાયકામાં રંગીલા રાજકોટમાં અનેક પ્રોજેકટ થયા ધમધમતા

રાજયની પ્રથમ એઇમ્સ, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, લાઇટ હાઉસ, અટલ સરોવર, એમ્યુઝમેન્ટ પાર્ક, ગાંધી મ્યુઝિયમ, ઝનાના હોસ્પિટલ સહિતની માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ વિકાસ

Advertisement

શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું. આજે વર્ષ 2025માં ગુજરાતની શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાતના શહેરો અદ્ભુત શહેરીકરણના સાક્ષી બન્યા છે. ગુજરાતના શહેરોનો આધુનિક સમયને અનુરુપ સુઆયોજિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નીતિઓ અને યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નોંધપાત્ર શહેરીકરણ જોવા મળી રહ્યું છે.

વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બજેટ 2025-26માં 2025નું વર્ષ નશહેરી વિકાસ વર્ષથ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 20 વર્ષમાં માળખાકીય સુવિધાઓ દ્વારા રાજકોટની થઈ કાયાપલટ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમૃદ્ધ, પરંપરાગત અને રંગીલું રાજકોટ શહેર છેલ્લા 20 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી બન્યું છે. રાજકોટ આજે ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ અને પ્રથમ ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ જેવી સુવિધાઓનું ગૌરવ ધરાવે છે. આ ઉપરાંત, લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ભારતભરમાંથી પસંદ કરવામાં આવેલ 6 રાજ્યો પૈકી ગુજરાત રાજ્યમાં રાજકોટ ખાતે 1,144 આવાસો અદ્યતન ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યા છે.

Advertisement

ઝનાના હોસ્પિટલ(એમ.સી.એચ. બિલ્ડિંગ)
રૂ. 100 કરોડના ખર્ચે નિર્મિત ઝનાના હોસ્પિટલ માતા અને બાળકના સ્વાથ્યની કેર કરતો મહિલા અને ચાઈલ્ડ કેર વિભાગ એક જ વિંગમાં આવરી લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે હોસ્પિટલમાં કુલ 700 બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એન.આઈ.સી.યુ., ડી.ઈ.આઈ.સી., એન.આર.સી. પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા આ કેમ્પસમાં ઉપલબ્ધ છે. રૂ. 150 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધા ધરાવતી 238 બેડ, 8 ઓપરેશન થિયેટર્સ ધરાવતી આ હોસ્પિટલમાં જુદા-જુદા 8 સુપર સ્પેશ્યાલિટી ડિપાર્ટમેન્ટ્સ કાર્યરત છે.

અટલ સરોવર 36 એકરના વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 36 એકરના વિસ્તારમાં રૂ. 136 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યો છે. હાલમાં ગાર્ડન અને સ્પેશિયલ ચિલ્ડ્રન પાર્ક શરૂૂ કરવામાં આવ્યા છે. ફેરીસ વ્હીલ, બોટિંગ, ટોયટ્રેન, એમ્ફી થિયેટર, પાર્ટી પ્લોટ, ફૂડ કોર્ટ, ગ્રામ હાર્ટ હવે શરૂૂ કરવામાં આવશે. અહીં વોક-વે, સાઇકલ ટ્રેક અને પાર્કિંગ એરિયા સહિતની સુવિધાઓ છે તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આકર્ષણ છે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમ
યુવાનોને ગાંધીજીના જીવનના પ્રસંગો અને ભારતની આઝાદીના સંઘર્ષ વિશે શીખવા મળે એ હેતુથી રાજકોટ શહેરમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ (મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ)ને રૂ. 26 કરોડના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.

આ મ્યુઝિયમના માધ્યમથી લોકો ગાંધીજીના સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય, સહિષ્ણુતા વગેરે આદર્શોમાંથી પ્રેરણા મેળવે અને ગાંધીજીનું જીવન ચરિત્ર તાદ્રશ્ય થાય એ માટે આધુનિક મલ્ટીમીડિયા, ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી મિની થિયેટર, મોશન ગ્રાફિક્સ, 3ઉ પ્રોજેક્શન મેપિંગ તેમજ કટઆઉટ ગોઠવવામાં આવ્યા છે.

રિજ્યોનલ સાયન્સ સેન્ટર

રાજકોટના ઈશ્વરિયા પાર્ક નજીક રૂ. 85 કરોડના ખર્ચે 10 એકરમાં સ્થાપિત નપ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રથમાં છ અનોખી થીમ આધારિત ગેલેરીઓ છે હાઉ-ટુ-સ્ટફ વર્ક, મશીન એન્ડ એન્જિનિયરિંગ, નોબેલ પ્રાઈઝ, રોબોટિક્સ, સિરામિક એન્ડ ગ્લાસ અને લાઈફ સાયન્સ. આ ગેલેરીઓ પ્રાચીનથી અર્વાચીન યુગ સુધીની વિજ્ઞાન યાત્રા કરાવે છે.

રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ રાજકોટમા

વડાપ્રધાનની દૂરંદેશીના પરિણામે રાજકોટ નજીક ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું નિર્માણ થયું છે જે ગુજરાતનું પ્રથમ ગ્રીનફીલ્ડ ઍરપોર્ટ છે રૂ. 1400 કરોડના ખર્ચે નિર્મિત હિરાસર ગ્રીનફીલ્ડ ઍરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. 23 હજાર ચોરસ મીટર વિસ્તારમા બનાવવામાં આવેલું પેસેન્જર ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરવા સક્ષમ છે. અહીં આંતરરાષ્ટ્રીય ફલાઈટો ઉપરાંત કાર્ગો સુવિધા ઉપલબ્ધ થવાથી રાજકોટ, મોરબી સહિતના સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ફાયદો થશે.

‘લાઇટ હાઉસ’ પ્રોજેક્ટ અંતર્ગત 1144 આવાસોનું નિર્માણ

ગ્લોબલ હાઉસીંગ ટેક્નોલોજી ચેલેન્જ (GHTC) અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્ટનું અમલીકરણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાંથી 6 રાજ્યોની પસંદગી કરવામાં આવી હતી જેમા ગુજરાત રાજ્યમાં રાજકોટ શહેરમાં રૂ. 118 કરોડના ખર્ચે 1144 આવાસોનું નિર્માણકાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ આવાસો ટનલ ફોર્મવર્ક દ્વારા મોનોલિથિક કોંક્રીટ ક્ધસટ્રકશન ટેક્નોલોજીના ઉપયોગથી બનાવવામાં આવ્યા છે. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં 13 માળના 11 ટાવરમાં 1,144 ઘરોનો સમાવેશ થાય છ દરેક માળે આઠ ફ્લેટ છે. દરેક ઘરની કિંમત 10.39 લાખ રૂૂપિયા છે, જેમાંથી 5.50 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર, 1.50 લાખ રૂૂપિયા રાજ્ય સરકાર અને 3.39 લાખ રૂપિયા લાભાર્થીઓ દ્વારા ચૂકવવામાં આવે છે.

રૂા.1200 કરોડના ખર્ચે ગુજરાતની પ્રથમ એઇમ્સ

રાજકોટમાં રૂ. 1200 કરોડના ખર્ચે નિર્મિત ગુજરાતની પ્રથમ એઇમ્સમાં 750 બેડની મલ્ટી તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એકેડમિકની સુવિધા ઉપલબ્ધ છે. એઇમ્સ ખાતે ઓ.પી.ડી. ઉપરાંત દર્દીને ઘરે બેઠાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સના માર્ગદર્શનની સવલત ટેલિમેડીસીન સર્વિસ થકી મળી રહી છે. હાલ 250 બેડની ઇન્ડોર સેવા ઉપલબ્ધ છે. એઇમ્સ ખાતે ટ્રોમા અને ઇમરજન્સી વિભાગ, લેબ, એક્સ-રે, એમ.આર.આઈ. રેડિયોલોજી વિભાગ, ગાયનેક વિભાગ, સર્જરી વિભાગ કાર્યરત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement