For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિલ્લા પંચાયતમાં નકલ કાઢવા મુદ્દે વકીલોમાં રોષ ભભૂકતા તંત્ર ઢીલું પડયું : ઉકેલની ખાતરી

05:27 PM Feb 10, 2024 IST | Bhumika
જિલ્લા પંચાયતમાં નકલ કાઢવા મુદ્દે વકીલોમાં રોષ ભભૂકતા તંત્ર ઢીલું પડયું   ઉકેલની ખાતરી

રાજકોટ જિલ્લા પંચાયતમાં નકલ કાઢવા બાબતે વકીલોમાં રોષ ફેલાતા અંતે તંત્ર ઢીલું પડ્યું છે. અને ઉકેલ લાવવા ખાતરી આપવામાં આવી છે. ડેપ્યુટી ડીડીઓએ બિનખેતી હુકમની સર્ટિફાઇડ કોપી આપવાની ના પાડી દેતા વકીલોએ ની મુલાકાત લઈ રૂૂબરૂૂ રજુઆત કરી હતી.

Advertisement

રાજકોટ જિલ્લાના નવ નિયુકત નાયબ ડી.ડી.ઓ. ઇલાબેન જી. ગોહેલ દ્વારા બિનખેતી હુકમની સર્ટિફાઇડ નકલ પાર્ટીએ રૂૂબરૂૂ આવીને લેવા આવવું પડશે. તેનું ચલણ અરજદાર પાર્ટીએ ભરવાનું રહશે. એવું મૌખિક ફરમાન કરેલ. જે બાબતે એડવોકેટના ક્લાઈંટની લોન માટેની ફાઈલમાં જરૂૂરી બિન ખેતી હુકમની સર્ટિફાઇડ નકલ ન મળતા મોટા પાયે દેકારો બોલી ગયો હતો અને વકીલોમાં અસંતોષ ઊભો થયો હતો. આ અંગે વકીલોને સાથે રાખી રેવન્યુ બાર એસોસિએશન સેક્રેટરી વિજય તોગડીયા, સી. એચ. પટેલ રાજકોટ જિલ્લા પંચાયતમાં દોડી ગયેલ અને જણાવેલ કે અરજદાર પાર્ટી વતી એડવોકેટ કોઈપણ સરકારી કચેરીની કામગીરી કરતા હોય છે અને ઘણી વખત અરજદાર રાજકોટ, રાજ્ય બહાર, વિદેશ પણ રહેતા હોય અને ઘણા પ્રતિષ્ઠિત અને નામાકિત લોકો સર્ટિફાઇડ નકલ માટે સહી કરવા જિલ્લા પંચાયત રાજકોટ રૂબરૂ ના આવી શકે અને રજૂઆત કરેલ કે રાજકોટ જિલ્લાની અન્ય કચેરીઓ જેવી કે કલેક્ટર કચેરી, ડી. આઈ. એલ. આર., મામલતદાર કચેરી, પ્રાંત કચેરી વિગેરેમાં પણ અરજદાર વતી એડવોકેટ જ અરજી કરતા હોય અને નકલ મેળવતા હોય છે. નાયબ ડી.ડી.ઓ દ્વારા અલગ અલગ સર્ટિફાઇડ નકલની અરજી માટે અલગ અલગ ચલણ બનાવવું તેને અરજદારઓએ ભરવા જવું, ચલણ પાછું પરત આપવા જવું અને ત્યારબાદ બે ત્રણ દિવસ પછી સર્ટિફાઇડ નકલ મેળવવી વિગેરે કાર્ય સરળીકરણ કરવાને બદલે ગૂંચવણભરી બની જતી હોય અને તે બાબતે વ્યવહારૂૂ પણ ના હોય, આ અંગે રજૂઆત કરવામાં આવી કે જો તમારે તમારા ડિપાર્ટમેન્ટની કામગીરી ઘટાડવી હોય તો હાલમાં બિનખેતી હુકમની નકલ સ્કેન કરાવીને ઓનલાઇન કરી આપો જેથી અરજી, ચલણ, ઝેરોક્ષ વિગેરે બધી કામગીરી ઘટી જાય અને સંપૂર્ણ કામગીરી પારદર્શક અને સ્પીડી થઈ જાય અને આવી નકલ સામાન્ય માણસ પોતે પોતાની રીતે કાઢી શકે તેવી સરળ બનાવો જેથી માનવ કલાકો વેડફાતા અટકે અને લોકોની દોડધામ અને પેટ્રોલ નો ખર્ચ ઘટે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકર થાય. આ રજૂઆતને અંતે નાયબ ડીડીઓ પોતે રજૂઆત બાબતે ઘટતું કરશે તેવી ખાત્રી આપેલ હતી.

આ રજૂઆતમાં એડવોકેટ સર્વે વિજયભાઈ તોગડીયા, સી. એચ. પટેલ, વિમલભાઈ ડાંગર, કેતનભાઇ મંડ, રાજેશભાઈ નસીત, વિક્રમભાઈ ગોંડલીયા, પરેશભાઈ પાદરીયા, ધર્મેશભાઈ સખીયા, ચંદ્રેશભાઇ સાકરીયા, હાર્દિકભાઈ સોરઠીયા, જગદીશભાઈ સોરઠીયા, રાજેશભાઈ પટેલ, રીતેશભાઈ ટોપીયા, તુષારભાઈ ગોસ્વામી, દીપકભાઈ લાડવા, ભાર્ગેશભાઈ અનુજભાઈ વાડોલીયા હાજર રહેલ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement