For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છાત્રની હત્યામાં રક્ષક જ ભક્ષક, નંબર પ્લેટ વગરની કારે ભાંડો ફોડ્યો

04:01 PM Nov 14, 2024 IST | admin
છાત્રની હત્યામાં રક્ષક જ ભક્ષક  નંબર પ્લેટ વગરની કારે ભાંડો ફોડ્યો

અમદાવાદની ભારે ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં મોબાઈલ લોકેશનના આધારે પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પઢેરિયા જ હત્યારો નીકળ્યો

Advertisement

પાપ છુપાવવા મિત્રની નંબર પ્લેટ વગરની કાર લઈને પંજાબ ભાગ્યો છતાં પોલીસ પહોંચી ગઈ

અમદાવાદના બોપલ વિસ્તારમાં વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના બનાવમાં સંડોવાયેલ અગાઉ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર અને હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબના સંગરૂૂરથી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

Advertisement

10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમ્યુનિકેશન્સ કોલેજના વિદ્યાર્થી પ્રિયાશું જૈન ઉપર છરીથી હુમલો કરી તેની હત્યા કરી વીરેન્દ્રસિંહ પંજાબ ભાગી ગયો હતો.
સીસીટીવીમાં દેખાયેલી નંબર પ્લેટ વગરની હેરિયર કારને આધારે ક્રાઈમ બ્રાંચે અલગ અલગ દિશામાં તપાસ કરી હત્યાની ઓળખ મેળવી તેની ધરપકડ કરી હતી.

બોપલમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમ્યુનિકેશન્સ કોલેજના વિદ્યાર્થી મૂળ યુપીના પ્રિયાશું જૈન (ઉવ23)ની હત્યા થતાં ખૂબ જ ગંભીર બનાવ ગણીને ગુહ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપી કોણ છે? અને તેને શોધવાના પ્રયાસો શરૂૂ કર્યા હતા, આ ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે, હત્યારાની કાર હેરિયર કાર હતી અને તે કાર નંબર પ્લેટ વગરની હતી.

હત્યા કર્યા બાદ આ કાર એસપી રીંગ રોડથી કર્ણાવતી ક્લબ તરફ જઈ રહી હતી અને ત્યાં કોઈ સીસીટીવી ફૂટેજમાં દેખાતું હતું કે કાર નંબર પ્લેટ વગરની છે. પરંતુ આના આધારે સ્પષ્ટ થતું નહોતું કે કારમાં જનાર વ્યક્તિએ હત્યા કરી છે. બીજી તરફ ટેકનિકલ સર્વેલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને આ વિસ્તારના અલગ અલગ ટાવરના લોકેશન તપાસવામાં આવી રહ્યા હતા. જેમાં ખાસ કરીને આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરની કાર હોવાથી પોલીસ કર્મચારી કદાચ આ કાર લઈને નીકળ્યો હતો તેવી શંકા હતી.

જેના આધારે પોલીસે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે આ વિસ્તારમાં એક પોલીસ કર્મચારીનો મોબાઇલ ચાલુ હતો અને તે થોડા સમય પહેલા બંધ થઈ ગયો છે અને પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાનું નક્કી કર્યું ત્યારે બીજી એક કાર શંકાસ્પદ લાગી અને તે અન્ય રાજ્ય તરફ જતી હોય તેવું પણ જાણવા મળ્યું હતું.તપાસમાં જાણવા મળ્યું કે, હત્યા બીજા કોઈએ નહીં પરંતુ એક પોલીસ કર્મચારીએ જ કરી છે. જોકે, ગુનેગાર ગમે તેટલો શાતીર હોય પરંતુ તે કોઇ ને કોઈ ચૂક કરી જાય છે.

હત્યા કરનાર પોલીસ કર્મચારીની કાર પર નંબર પ્લેટ જ ન હતી. જેના કારણે તે બચી જશે તેવું માનતો હતો. પહેલાં નંબર પ્લેટ વગરની હેરિયર કાર શોધવા અલગ અલગ દિશામાં તપાસ શરૂૂ કરી હતી. તેમાં હત્યારા પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ પઢેરિયા હોવાની શંકા વધુ દ્રઢ બની. વીરેન્દ્રસિંહને પકડવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી.

ક્રાઈમ બ્રાંચે અલગ અલગ રાજ્યના ટોલટેક્સની તપાસ કરી બીજી તરફ પોલીસે કેટલાક બાતમીદારોને પણ કામે લગાડ્યા. અમદાવાદ ઉપરાંત ગુજરાત સિવાય અન્ય રાજ્યના ટોલટેક્સ અને અલગ અલગ જગ્યાએ શંકાસ્પદ હેરિયર કારની તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ પંજાબ નજીક હોવાની ચોક્કસ બાતમીને આધારે અમદવાદ ક્રાઈમ બ્રાંચે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડ્યું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમ પંજાબના સંગરૂૂરના હત્યારાના લોકેશન પર પહોંચી ત્યારે આ પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ પઢેરિયા ત્યાં મળી આવ્યો હતો. અને તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને આરોપીને લઇ પોલીસ અમદાવાદ આવી હતી અને બોપલ પોલીસને હત્યારાને સોપ્યો હતો. વિરેન્દ્રસિંહ પઢેરિયાની વધુ પૂછપરછ કરશે જેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા પણ છે.

હત્યારા વીરેન્દ્રસિંહને ભગાડવામાં પોલીસ કોન્સ્ટેબલ મિત્રએ મદદ કર્યાની શંકા

બોપલના વિધાર્થીના હત્યા કેસમાં સંડોવાયેલ પોલીસ કોન્ટેબલ વિરેન્દ્રસિંહ હત્યા બાદ રજા ઉપર ઉતરીને પંજાબ નાસી છૂટ્યો હતો. વિરેન્દ્રસિંહને ભગાડવામાં એક પોલીસમેને મદદ કર્યાની શંકા છે. હતા બાદ વિરેન્દ્રસિંહ અમદાવાદ મૂકી ભાગ્યો ત્યારે તેનો મિત્ર એવો પશ્ચિમ વિસ્તારના જ પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ પણ રજા ઉપર ઉતરી જતાં અનેક ચર્ચાઓ જાગી છે. વિરેન્દ્રસિંહ અને દિનેશ નામનો આ કોન્સ્ટેબલ સાંજ પડે એટલે સાથે જ હોય છે તે ઉપરાંત હત્યાની ઘટના એક પછી એક બન્ને રજા ઉપર ઉતર્યા તે સાથે જ મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ થઈ જતાં પોલીસ ખાતામાં તર્કવિતર્ક શરૂૂ થઈ ગયાં હતાં. વિરેન્દ્રસિંહનો મિત્ર પોલીસમેન દિનેશની ભૂમિકા અંગે તેમના પોલીસ સ્ટેશનના પી.આઈ. ઈન્કાર કરી રહ્યાં છે. હત્યા સમયે કારમાં વિરેન્દ્રસિંહ કારમાં એકલો જ હોવાનું કહેતાં ક્રાઈમ બ્રાંચના સૂત્રો જણાવ્યું હતું. ત્યારબાદ વીરેન્દ્રસિંહને અમદાવાદથી ભાગવામાં દિનેશે મદદ કરી હતી. જોકે પુછપરછમાં આ તથ્યો સ્પષ્ટ થશે. બન્ને મિત્રો ઘરે જવા છૂટા પડતાં પહેલાં સાથે હતાં કે કેમ તેમજ હત્યાના બનાવ બાદ વિરેન્દ્રસિંહને દિનેશે કરી રીતે મદદ કરી તેમજ ? દિનેશે હત્યાની વાત કેમ છૂપાવી? સહિતના અનેક સવાલો પોલીસ તંત્રમાં થઈ રહ્યાં છે.

આરોપી પોલીસમેન ક્રૂર માનસિકતા અને દારૂ પીવાની ટેવવાળો

વિરેન્દ્રસિંહ પઢેરીયા કે જે પહેલેથી જ ક્રાઈમ કરવામાં માહિર હતો,બાવળામાં એક બિલ્ડીંગ છે તે બિલ્ડીંગમાં તે કોલસેન્ટર ચલાવતો હતો અને તેમાં તેની ભાગીદારી હતી અને ગ્રામ્ય એલસીબીએ છ વર્ષ પહેલા રેડ કરીને તેની ધરપકડ કરી હતી ત્યારે વિરેન્દ્રસિંહ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. પહેલેથી કાળા કામ કરવા તે વિરેન્દ્રસિંહના મગજમાં ચાલતું જ હતુ એટલે તે આરોપી હોય તેવી માનસિકતા ધરાવે છે,ત્યારે દારૂૂ પીને મજા કરવી તે તેના સ્વભાવમાં રહ્યું છે. આવી પ્રકૃતિ હોવા છતાં તે પોલીસ સ્ટેશનમાં ફરજ કેવી રીતે બજાવતો હતો તે સવાલ ઉઠી રહ્યો છે.પોલીસના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો વિરેન્દ્રસિંહ ભૂતકાળમાં સાણંદ પોલીસ ઈન્સ્પેકટરના રૂૂપિયાનો પણ વહીવટ કરતો હતો અને રૌફ જમાવતો હતો,ત્યારે વિરેન્દ્રસિંહે જે કામ કર્યુ છે તેને લઈ ગુજરાત પોલીસમાં ગુસ્સો જોવા મળ્યો છે. વિરેન્દ્રસિંહ પઢેરિયા કે જે છેલ્લા 15 દિવસથી સિક લીવમાં હતો,તેમના પરિવારમાં કોઈનું મરણ થઈ ગયું હોવાથી તે સિક લીવમાં હતો અને પોલીસ સ્ટેશન આવતો ન હતો,તે પોલીસ સ્ટેશનમાં જનરલ ડયુટી નિભાવી રહ્યો હતો,અને વારંવાર રજા પર ઉતરી જતો અને કોઈને ગાંઠતો પણ ન હતો,ત્યારે આવા પોલીસ કોન્સ્ટેબલના કારણે ગુજરાત પોલીસના ધજાગરા ઉડી ગયા છે.

ગુજરાત બહાર નીકળી કારમાં નંબર પ્લેટ લગાવી દીધી

નિર્દોષ વિદ્યાર્થીની હત્યાના ગુનામાં પકડાયેલ અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને નંબર વગરની કારના આધારે લોકેટ કરાયો હતો. પરંતુ પોલીસે તેની પાસેથી પમળી આવેલી કારમાં જીજે 27 ડીએમ 7711 વાળી નંબર પ્લેટ લગાવેલી છે. આથી અન્ય રાજ્યોમાં નંબર પ્લેટ વગરની કાર હોય તો પોલીસ અટકાવે નહીં તે માટે ગુજરાત બહાર નિકળ્યા બાદ કોન્સ્ટેબલ પઢેરિયાએ કારમાં નંબર પ્લેટો લગાવી દીધી હોવાનું માનવામાં આવે છે. પોલીસ કોન્સ્ટેબલ શાતીર ક્રિમિનલ દિમાગનો હોવાનું આ બાબત પરથી સાબિત થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement